વારી ટ્રાન્સપાવર હાઈ-વોલ્ટેજ ટ્રાન્સફોર્મરની ઉત્પાદન ક્ષમતા વધારવા રૂ.192 કરોડનું રોકાણ કરશે
અમદાવાદ, 1 સપ્ટેમ્બર, 2026: વારી એનર્જીસની પેટાકંપની વારી ટ્રાન્સપાવર પ્રાઈવેટ લિમિટેડ (વારી ટ્રાન્સપાવર) તેની પાવર ટ્રાન્સફોર્મરની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા માટે રૂ. 192 કરોડના રોકાણ સાથે અત્યાધુનિક 500એમવીએ, 400 કેવી ટ્રાન્સફોર્મર ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરશે.
આ નવો પ્લાન્ટ એપ્રિલ 2027 સુધીમાં શરૂ થવાની શક્યતા છે, જેની મદદથી વારી ટ્રાન્સપાવર 132 કેવી, 220 કેવી અને 400 કેવી વોલ્ટેજ ક્લાસના ટ્રાન્સફોર્મરનું ઉત્પાદન અને સપ્લાય કરવા સક્ષમ બનશે.
આ નવો પ્લાન્ટ કાર્યરત થવાથી પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વેલ્યુ ચેઈનમાં વારી ટ્રાન્સપાવરની ક્ષમતાઓમાં વધારો થશે અને પાવર સેક્ટરમાં તેની પકડ વધુ મજબૂત કરશે. કંપની હવે માત્ર રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતાં, હાઈ-વોલ્ટેજ ટ્રાન્સમિશનની વ્યાપક જરૂરિયાતોને પૂરી કરવા માટે પોતાનો વ્યાપ વધારી રહી છે.
કંપની નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ.360 કરોડની મજબૂત ઓર્ડર બુક ધરાવે છે. આ ઓર્ડર બુક કંપનીની વૃદ્ધિના આગામી તબક્કા અને ક્ષમતા વિસ્તરણ માટે મજબૂત આધાર પૂરો પાડે છે.
આ નવો 500 એમવીએ / 400 કેવીએ પ્લાન્ટ, વારી ટ્રાન્સપાવરની હાલની ઉત્પાદન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે અને કંપનીને મોટા, વધુ જટિલ તેમજ ટેકનિકલ દૃષ્ટિએ પડકારજનક પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભાગ લેવા સક્ષમ બનાવશે.
વારી એનર્જીસ લિમિટેડના ડિરેક્ટર વિરેન દોશીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “500 એમવીએ, 400 કેવીની ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં કરેલું રૂ.192 કરોડનું રોકાણ, ભારતના વીજ માળખાની વૃદ્ધિ અને વિશ્વસનીય, હાઈ-વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન ક્ષમતાની વધતી માંગ અંગેના આપણાં લાંબા ગાળાના વિશ્વાસને દર્શાવે છે.”
આ રોકાણ વારી ટ્રાન્સપાવરની વ્યાપક વિસ્તરણ યોજનાનો જ એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ, ભવિષ્યમાં સરળતાથી વિસ્તરી શકે, ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક હોય અને વિવિધ ઉત્પાદનો ધરાવતા ઈલેક્ટ્રિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસનું નિર્માણ કરવાનો છે. આ બિઝનેસ ભારતના સતત બદલાતા અને વિકસતા ઉર્જા ક્ષેત્રને જરૂરી ટેકો આપવાની સાથે જ, રિન્યુએબલ એનર્જી, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ) અને વીજ ગ્રીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઊભી થતી નવી તકો ઝડપવા માટેની કંપનીની ક્ષમતાઓમાં વધારો કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
