SBI પેન્શન ફંડ્સે ગુજરાતમાં NPSનો વ્યાપ વધારવા માટેની કામગીરી વધુ મજબૂત બનાવી
| 2024-25 સુધીમાં ગુજરાતમાં NPS હેઠળ કુલ આશરે 3.08 લાખ નોંધણીઓ | 49,895 નવી નોંધણીઓ થઈ હતી, જેમાં 11,064 નોંધણીઓ મહિલાઓની હતી |
| GUJARATના કુલ વર્કફોર્સમાંથી આશરે 90 ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં હોવાનો અંદાજ | ગુજરાતના આશરે 90% કાર્યબળને હજુ સુધી ઔપચારિક પેન્શન કવરેજ પ્રાપ્ત થયું નથી |
| ગુજરાતમાં 15થી 59 વર્ષની વયજૂથના લગભગ 4.8 કરોડ લોકો | ગુજરાતના 57% કામદારો સ્વરોજગાર, 17% કેઝ્યુઅલ લેબર |
અમદાવાદ, 17 સપ્ટેમ્બર, 2026: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ દેશની સૌથી મોટી પેન્શન ફંડ મેનેજર કંપની SBI પેન્શન ફંડ્સ પ્રાઇવેટ લિમિટેડે નિવૃત્તિ આયોજનના વધતા મહત્વ અને NPS વ્યવસ્થામાં તાજેતરમાં થયેલા ફેરફારો પર ભાર મૂક્યો છે. આ સાથે કંપનીએ સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવાની પોતાની કામગીરી પણ વધુ મજબૂત બનાવી છે.
SBI પેન્શન ફંડ્સ રિટેલ અને કોર્પોરેટ બંને ક્ષેત્રોમાં NPSનો સ્વીકાર વધારવા પર સતત ધ્યાન આપી રહી છે. કંપની પોતાની આગામી વેબ એપ્લિકેશન ‘સુગમ NPS’ દ્વારા ડિજિટલ સુવિધાઓને વધુ મજબૂત બનાવી રહી છે. આ ઉપરાંત લોકોમાં નાણાંકીય સમજણ વધારવા અને ભવિષ્ય માટે વધુ સારી રીતે તૈયાર થવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે.
કંપની શિસ્તબદ્ધ અને લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચના અપનાવે છે. તેમાં વિવિધ પ્રકારના ઇક્વિટી રોકાણ દ્વારા વૃદ્ધિની સંભાવના જાળવવા, સ્થિર ફિક્સ્ડ ઇન્કમ વ્યૂહરચના દ્વારા મૂડીનું રક્ષણ કરવા અને પસંદગીના નવા એસેટ ક્લાસનો સમાવેશ કરીને રોકાણમાં સંતુલન જાળવવામાં આવે છે. મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક હેઠળ કંપનીએ વધુ જોખમ લેવાની ક્ષમતા ધરાવતા લોકો માટે ‘SBI પીએફ NPS જીવન સ્વર્ણા રિટાયરમેન્ટ યોજના’ શરૂ કરી છે. જ્યારે ‘SBI પીએફ NPS અક્ષય ધારા રિટાયરમેન્ટ યોજના’માં ઇક્વિટી અને ફિક્સ્ડ ઇન્કમનું સંતુલિત મિશ્રણ આપવામાં આવે છે.

SBI પેન્શન ફંડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પ્રણય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “વ્યક્તિની નાણાંકીય સફરમાં નિવૃત્તિ માટેનું આયોજન ઘણું વહેલું શરૂ થવું જરૂરી છે. ગુજરાતમાં 15થી 59 વર્ષની વયજૂથના લગભગ 4.8 કરોડ લોકો છે અને રાજ્યના અડધાથી વધુ વર્કફોર્સમાં સ્વરોજગાર લોકોનો સમાવેશ થાય છે. તેથી એવા લોકોને પણ નિવૃત્તિ આયોજન સાથે જોડવાની મોટી તક છે, જેમને પરંપરાગત રીતે નોકરીદાતા તરફથી મળતા નિવૃત્તિ લાભો ઉપલબ્ધ નથી. શિસ્તબદ્ધ અને લાંબા ગાળાના રોકાણ દ્વારા વ્યક્તિઓને પોતાની આર્થિક સુરક્ષા ઊભી કરવામાં NPS મહત્વની ભૂમિકા ભજવી શકે છે.”
ગુજરાતમાં કામકાજ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત સ્વરોજગાર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોનો વ્યાપ પણ વધી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં વધુ લોકોને પેન્શનની સુવિધા સાથે જોડવાની મોટી સંભાવના છે. નાણાંકીય વર્ષ 2024-25 સુધીમાં ગુજરાતમાં તમામ નાગરિકો માટે NPS હેઠળ કુલ આશરે 3.08 લાખ નોંધણીઓ થઈ છે. આ વર્ષ દરમિયાન 49,895 નવી નોંધણીઓ થઈ હતી, જેમાં 11,064 નોંધણીઓ મહિલાઓની હતી. રાજ્યના કુલ વર્કફોર્સમાંથી આશરે 90 ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં હોવાનો અંદાજ છે. તેથી સમગ્ર રાજ્યમાં સુવ્યવસ્થિત નિવૃત્તિ યોજનાઓ સુધી લોકોની પહોંચ વધારવાની હજુ મોટી તક છે. ગુજરાતના આશરે 90% કાર્યબળને હજુ સુધી ઔપચારિક પેન્શન કવરેજ પ્રાપ્ત થયું નથી, જે રાજ્યભરમાં સુવ્યવસ્થિત નિવૃત્તિ ઉકેલો સુધી પહોંચ વિસ્તારવાની નોંધપાત્ર સંભાવના દર્શાવે છે.

લોકોની સરેરાશ આયુષ્ય વધી રહ્યું છે, આરોગ્યસંભાળ પાછળનો ખર્ચ વધી રહ્યો છે અને પરિવારની રચનામાં પણ ફેરફારો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં નિવૃત્તિ માટેનું આયોજન હવે જરૂરી બની ગયું છે. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે 2025 મુજબ, ગુજરાતના 56.9 ટકા કામદારો સ્વરોજગાર છે, જ્યારે આશરે 17 ટકા લોકો કેઝ્યુઅલ લેબર એટલે કે જરૂરિયાત મુજબ અથવા અનિયમિત ધોરણે મળતા કામમાં જોડાયેલા છે. આ આંકડા દર્શાવે છે કે પરંપરાગત નોકરીદાતા આધારિત રોજગારથી આગળ વધીને સુવ્યવસ્થિત નિવૃત્તિ યોજનાઓ અંગે લોકોમાં જાગૃતિ વધારવાની જરૂર છે.
નેશનલ પેન્શન સિસ્ટમ ઓછી કિંમત, પારદર્શકતા, કરમાં લાભ અને ફ્લેક્સિબિલિટી ધરાવતી નિવૃત્તિ બચતની વ્યવસ્થા તરીકે સતત વધુ મજબૂત બની રહી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓથી તેને વધુ મજબૂતી મળી છે. તેમાં થયેલા મુખ્ય ફેરફારોમાં સામેલ છે:

- રોકાણની વધુ પસંદગી આપવા માટે મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક (એમએસએફ)ની શરૂઆત
- એસેટ એલોકેશન એટલે કે વિવિધ પ્રકારની સંપત્તિમાં રોકાણની ફાળવણીમાં વધુ ફ્લેક્સિબિલિટી, જેમાં લાંબા ગાળાના રોકાણકારો માટે ઇક્વિટીમાં વધુ રોકાણ કરવાની સુવિધાનો સમાવેશ થાય છે
- એઆઈએફ, REITs, InvITs અને GOLD ETF જેવા નવા એસેટ ક્લાસમાં રોકાણની સુવિધાનો વિસ્તાર
- ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ, સ્વરોજગાર ધરાવતા લોકો અને ગિગ વર્કર્સ પર વધુ ધ્યાન
- રિટાયરમેન્ટ ઇન્કમ સ્કીમ, જેના દ્વારા NPSના સભ્યો નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવી શકે છે અને તેના માટે તેમને NPSની વ્યવસ્થામાંથી બહાર નીકળવાની જરૂર પડતી નથી.
આ ફેરફારો દર્શાવે છે કે નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષાની વ્યવસ્થા હવે રોકાણકારોની જરૂરિયાતોને વધુ કેન્દ્રમાં રાખીને અને બદલાતી પરિસ્થિતિ પ્રમાણે વધુ ફ્લેક્સિબલ બનાવવામાં આવી રહી છે.
આ ફેરફારો દર્શાવે છે કે નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષાની વ્યવસ્થા હવે રોકાણકારોની જરૂરિયાતોને વધુ કેન્દ્રમાં રાખીને અને બદલાતી પરિસ્થિતિ પ્રમાણે વધુ ફ્લેક્સિબલ બનાવવામાં આવી રહી છે.
ગુજરાતમાં SBI પેન્શન ફંડ્સની આ કામગીરી નિવૃત્તિ માટે લોકોને વધુ સારી રીતે તૈયાર કરવા અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પેન્શનનો વ્યાપ વધારવા માટેની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
