પ.બંગાળમાં બે હજાર બેડની ક્ષમતાના અદાણી આરોગ્ય મંદિરનો શિલાન્યાસ

અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીની ૨૦૩૫ સુધીમાં રાજ્યમાં માળખાકીય પ્રકલ્પો માટે રુ.૧ લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત
કોલકતા, ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૬: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કોલકાતાના ન્યૂ ટાઉન સ્થિત ‘બંગાળ સિલિકોન વેલી ટેક હબ’ ખાતે ૨,૦૦૦ બેડની ક્ષમતા ધરાવતા ‘અદાણી આરોગ્ય મંદિર’નો ગુરુવારે શિલાન્યાસ કર્યો હતો.. પશ્ચિમ બંગાળના ૨૦૨૬ના હેલ્થકેર વિઝન સાથે સુસંગત એવા આ પ્રકલ્પનો અમલ અદાણી ફાઉન્ડેશન કરશે.. આ પ્રકલ્પ અંતર્ગત વાર્ષિક ૨,૦૦,૦૦૦થી વધુ ઇન ડોર દર્દીઓ અને ૨૦ લાખથી વધુ આઉટ ડોર દર્દીઓને સેવા અપાશે લગભગ ૧૦,૦૦૦ રોજગારીની તકોનું સર્જન ધરાવતા અને પૂર્વ ભારત તથા તેની બહારના વિસ્તારો માટે વિશ્વ કક્ષાનું એકેડેમિક મેડિકલ સેન્ટર અને વ્યાપક આરોગ્યસંભાળ ઇકોસિસ્ટમ તરીકે કલ્પવામાં આવેલા આ પ્રકલ્પમાં રૂ. ૪,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરાશે.
૫૧.૭૫ એકરમાં આકાર લેનાર ‘અદાણી આરોગ્ય મંદિર’ એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ‘સ્ટેપ-ડાઉન’ અને ‘ટ્રાન્ઝિશનલ કેર’ ની સુવિધાઓ સાથેની આ વ્યાપક ઇકોસિસ્ટમમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવાની સુવિધા પૂરી પાડવા માટે ‘મેડિટેલ’ અને ‘વિશ્રામ ગૃહ’નો પણ સમાવેશ થશે.
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે બંગાળના પુનર્નિર્માણ માટે અમે અદાણીની હાજરીની રાહ જોઈ રહ્યા છીએ. આ આખરી પરિકલ્પના માત્ર એક હોસ્પિટલના સંકુલની નહી પણ સંપૂર્ણ સંકલિત ‘હેલ્થકેર સિટી’ હશે. તેમણે કહ્યું હતું કે ભારતમાં ક્યાંય પણ આટલી ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની હોસ્પિટલ નથી. આ હોસ્પિટલ મેડિકલ ટુરિઝમને મોટો વેગ આપશે. પશ્ચિમ બંગાળ માટે આ ઐતિહાસિક, અર્થપૂર્ણ અને શુભ દિવસ છે તેમ જણાવી અધિકારીએ ઉમેર્યું હતું કે ‘વિકસિત ભારત ૨૦૪૭’નું લક્ષ્ય ત્યારે જ સિદ્ધ થઈ શકે જો બંગાળનો વિકાસ થાય.
અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી આરોગ્ય મંદિર એક વિશ્વ કક્ષાની, બિન-નફાકારી તબીબી સંસ્થા હશે જેમાં શામેલ ૨૦૦૦ બેડમાંની એક હજાર બેડ રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજનાઓ હેઠળ લાભ મેળવવાને પાત્ર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને સેવા આપશે.
અદાણીએ મેગા-પ્રકલ્પો માટે ગ્રુપનો પાયો બનનારા ગુજરાતના મુન્દ્રા સાથે સરખાવતા રાજ્યને પૂર્વમાં સમૂહની કર્મભૂમિ તરીકે ઓળખાવ્યું હતું. તેમણે ૨૦૩૫ સુધીમાં પશ્ચિમ બંગાળમાં બંદરો, લોજિસ્ટિક્સ, નવીનીકરણીય ઉર્જા, વીજ ઉત્પાદન, વીજ ટ્રાન્સમિશન અને વિતરણ, રસ્તાઓ અને પુલો, ગ્રીન સિમેન્ટ અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટર્સના ક્ષેત્રોમાં રૂ. ૧ લાખ કરોડથી વધુના રોકાણના રોડમેપની જાહેરાત કરી હતી.
અદાણી આરોગ્ય મંદિર સંકૂલમાં વાર્ષિક ૧૫૦ અંડરગ્રેજ્યુએટ, ૧૦૦થી વધુ અનુસ્નાતક અને ૪૦થી વધુ સુપર-સ્પેશિયાલિસ્ટને સમાવતી એક મેડિકલ કોલેજનું નિર્માણ થશે. ઉપરાંત તેમાં આગામી પેઢીના તબીબો, નર્સો, ટેકનિશિયન અને સંલગ્ન આરોગ્યસંભાળ વ્યાવસાયિકો માટે એક બહુ-પાંખી ઇકોસિસ્ટમ બનાવતી કોલેજ ઓફ નર્સિંગ અને સંલગ્ન આરોગ્ય સંભાળ અને અર્ધ તબીબી શિક્ષણ માટેની સંસ્થાનો પણ સમાવેશ હશે આ વ્યાપક કેમ્પસ ઇકોસિસ્ટમમાં આરોગ્ય સંભાળના કર્મીઓ અને તેમના પરિવારોને રહેણાંકની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.
પ્રથમ તબક્કામાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ કેન્સરના દર્દીઓની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરી અદ્યતન ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.
અદાણી આરોગ્ય મંદિર જીનોમિક્સ, ચોકસાઇ દવા, બાયોમેડિકલ ઇન્ફોર્મેટિક્સ, AI, ક્લિનિકલ ટ્રાયલ્સ, મોલેક્યુલર અને અન્ય એપ્લાઇડ બાયોમેડિકલ વિજ્ઞાનને આવરી લેતી સંશોધન ઇકોસિસ્ટમ વિકસાવશે જે હોસ્પિટલ વૈજ્ઞાનિક શોધોને સુધારેલા નિદાન, સારવાર અને નિવારણમાં રુપાંતરીત કરવા પર ભાર મૂકશે.
સંસ્થા નવા જ્ઞાન, તકનીકો, ક્લિનિકલ માર્ગો અને બૌદ્ધિક સંપત્તિનું સહિયારું નિર્માણ કરી ભારતીય સંશોધન વાતાવરણમાં વૈશ્વિક વૈજ્ઞાનિક કુશળતા અને ક્ષમતાઓ ઉમેરવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કામ કરશે. આ સંશોધન ભારતની અનન્ય આરોગ્યસંભાળની પ્રાથમિકતાઓનો સામનો કરવા સાથે સમગ્ર વિશ્વને લાભદાયી એવા વૈજ્ઞાનિક ઉકેલો પેદા કરશે.
અદાણી ફાઉન્ડેશને ક્લિનિકલ સંભાળ, એકેડેમિક મેડીસિન, ડિજિટલ આરોગ્ય, ગુણવત્તા, કાર્યશક્તિનો વિકાસ અને નવીનતામાં વૈશ્વિક કુશળતા લાવવા માટે અમેરિકાની માયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગ તેમજ સિંગાપોરના સિંગહેલ્થ સાથે જોડાણ કર્યું છે.
આ રોકાણ કોલકતામાં એક મુખ્ય આરોગ્યસંભાળ અને શૈક્ષણિક સંસ્થા સ્થાપિત કરશે. બીજા તબક્કામાં વિશેષતાઓ અને સુપર-સ્પેશિયાલિટીમાં શ્રેષ્ઠતા કેન્દ્રોના વિકાસ માટે પ્લેટફોર્મ બનાવશે. કોલકતામાં એક વ્યાપક સ્થળાંતર સ્થાનનું સ્વરુપ આપીને અદાણી આરોગ્ય મંદિર આ પ્રદેશમાંથી આરોગ્ય હેતુથી સ્થળાંતરને ઘટાડવામાં મદદ કરશે.
રાજ્યમાં અદાણી સમૂહની ઔદ્યોગિક અને આરોગ્યસંભાળની આ પહેલ સાથે ગૌતમ અદાણીએ પ્રખ્યાત કુમારતુલી ઘાટના જીર્ણોધ્ધારમાં યોગદાન આપવાની પણ જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપે ઐતિહાસિક રાઇટર્સ બિલ્ડીંગના પુનઃસ્થાપન અને અદાણી પૂજા પ્રિવ્યૂ દ્વારા કોલકતાની દુર્ગા પૂજાની કલા અને ભાવનાને વૈશ્વિક ફલક ઉપર મૂકવા માટે પશ્ચિમ બંગાળ સરકાર સાથે બે સમજૂતિ કરાર કર્યા છે. આ પહેલ પૂજા આયોજકો, કલાકારો, કારીગરો, સેવા પ્રદાતાઓ અને બંગાળના વ્યાપક ઇકોસિસ્ટમને ટેકો આપશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
