પારસ હેલ્થકેરનો IPO 21 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 660-693
| IPO ખૂલશે | 21 ઓક્ટોબર |
| IPO બંધ થશે | 23 ઓક્ટોબર |
| એન્કર બુક ઓફર | 19 ઓક્ટોબર |
| ફેસ વેલ્યૂ | રૂ.1 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 660-693 |
| લોટ સાઇઝ | 21 શેર્સ |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
| IPO સાઇઝ | 2,09,23,520 શેર્સ |
| IPO સાઇઝ | ₹1,450 કરોડ |
| ગ્રે માર્કેટ અનઓફિશિયલ પ્રિમિયમ | રૂ.97, 14 ટકા આસપાસ |

અમદાવાદ, 16 ઓક્ટોબર, 2026: પારસ હેલ્થકેર લિમિટેડ શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને રૂ. 660- 693ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 2,09,23,520 શેર્સના IPO સાથે તા. 21 ઓક્ટોબરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આઇપીઓ તા. 23 ઓક્ટોબરે બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 21 ઇક્વિટી શેર માટે બિડ અને ત્યારબાદ 21 શેરના ગુણાંકમાં વધુ શેર માટે બિડ કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર્સ બિડિંગ તા. 19 ઓક્ટોબર રહેશે.
આઈપીઓમાં રૂ. 500 કરોડ સુધીના ફ્રેશ ઇક્વિટી શેર અને વેચાણકર્તા શેરધારક દ્વારા રૂ. 950 કરોડ સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. આમ, ઓફર સાઇઝ રૂ. 1,450 કરોડ સુધીની રહેશે.

આઇપીઓના મુખ્ય હેતુઓ ઉપર એક નજર
કંપની આઈપીઓમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે:
| લોનની સંપૂર્ણ અથવા આંશિક વહેલી ચુકવણી માટે | પેટાકંપની પ્લસ મેડિકેર હોસ્પિટલ્સ પ્રાઇવેટ લિમિટેડ (PMHPL)માં રોકાણ માટે |
| PMHPL દ્વારા લેવામાં આવેલી લોનની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી | કંપનીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે |
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

પારસ હેલ્થકેર લિમિટેડ ક્લિનિકલ સ્પેશિયાલિટી-આધારિત હોસ્પિટલ પ્લેટફોર્મ છે જે “પારસ હેલ્થ” બ્રાન્ડ હેઠળ ઉત્તર ભારત, બિહાર અને ઝારખંડમાં તૃતીય અને ચતુર્થાંશ આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરે છે. કંપની ગુરુગ્રામ, પંચકુલા, પટના, દરભંગા, કાનપુર, ઉદયપુર, રાંચી અને શ્રીનગરમાં 2,211 પથારીની કુલ ક્ષમતા સાથે આઠ હોસ્પિટલો ચલાવે છે.
તે કાર્ડિયાક સાયન્સ, ઓન્કોલોજી, ન્યુરોસાયન્સ, ગેસ્ટ્રો સાયન્સ, ઓર્થોપેડિક્સ અને સ્પોર્ટ્સ ઇન્જરી અને રેનલ સાયન્સ (CONGOR સ્પેશિયાલિટી) માં નિષ્ણાત છે, જેણે નાણાકીય વર્ષ 2026માં આવકમાં 75.30% યોગદાન આપ્યું હતું.
પારસ હેલ્થકેરનો 20 વર્ષથી વધુનો ઓપરેટિંગ ઇતિહાસ છે અને તે પરિપક્વ, ઉભરતી અને નવી હોસ્પિટલો દ્વારા સંતુલિત વૃદ્ધિ વ્યૂહરચનાનું પાલન કરે છે. કંપની ગુરુગ્રામમાં ૩૦૦ બેડ અને લુધિયાણામાં ૫૦૦ બેડની હોસ્પિટલ સાથે તેના નેટવર્કને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે, જે માર્ચ 2028 સુધીમાં કુલ ક્ષમતા વધારીને 3011 બેડ કરશે.
લિસ્ટિંગઃ કંપની તેના શેર્સનું લિસ્ટિંગ એનએસઇ અને બીએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સઃ આ ઓફર માટે જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ ઈન્ડિયા લિમિટેડ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર તરીકે રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
