- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
પ્રાઈમ ફ્રેશ લિ. રૂ. 124 કરોડના રોકાણ સાથે નાસિકના 11000 ખેડૂતોના લાભાર્થે નાસિક વેજીટેબલ ક્લસ્ટર પ્રોજેક્ટ હાથ ધરશે
| પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરમાં 12 બાગાયત ક્લસ્ટર લોન્ચ કર્યા | નાશિક ક્લસ્ટરમાં ₹124 કરોડના રોકાણ સાથે સંકલિત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર | 10,000 હેક્ટરમાં લગભગ 11,000 ખેડૂતોને સીધો લાભ થશે |
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ પ્રાઈમ ફ્રેશ લિમિટેડ (Prime Fresh Limited)ને ભારત સરકારના ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (CDP) હેઠળ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ (NHB) દ્વારા નાસિક વેજીટેબલ ક્લસ્ટર (Nashik Peri-Urban Vegetable Cluster) પ્રોજેક્ટ માટે અમલીકરણ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓક્ટોબર 2026માં આ પ્રોજેક્ટનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂ. 124 કરોડના મૂડીરોકાણ સાથે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ્સના કારણે આશરે 11000થી વધુ ખેડૂતોને લાભ મળશે.
https://businessgujarat.in/ સાથેની વિશેષ મુલાકાત દરમિયાન પ્રાઇમ ફ્રેશ લિમિટેડના ફાઉન્ડર પ્રમોટર હીરેન ઘેલાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા, ગુજરાતથી રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB), કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (CDP) હેઠળ દેશભરના 12 મંજૂર બાગાયત ક્લસ્ટરની પ્રત્યક્ષ કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો.

ખેડૂત સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું: હિરેન ઘેલાણી
આ વિકાસ અંગે ટિપ્પણી કરતા, પ્રાઇમ ફ્રેશ લિમિટેડના ડિરેક્ટર હિરેન ઘેલાણીએ જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો શુભારંભ એ ભારતની કૃષિ ઇકોસિસ્ટમને મજબૂત કરવા તરફનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. નાશિક ક્લસ્ટરની જવાબદારી અમને સોંપવી એ પ્રાઇમ ફ્રેશ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આધુનિક ટેકનોલોજી, મજબૂત કોલ્ડ-ચેઇન નેટવર્ક અને સીધી બજાર લિંકેજ રજૂ કરીને, અમારો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવા, પાકનો બગાડ ઘટાડવા અને ભારતીય કૃષિને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે.”
આ રાષ્ટ્રવ્યાપી પહેલ લગભગ 1.46 લાખ હેક્ટરને આવરી લે છે અને 1.3 લાખથી વધુ ખેડૂતોને લાભ થવાની અપેક્ષા છે. આ મેગા રોલઆઉટના ભાગ રૂપે, પ્રાઇમ ફ્રેશ લિમિટેડને નાશિક પેરી-અર્બન વેજીટેબલ ક્લસ્ટર માટે અમલીકરણ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઉત્પાદન, એકત્રીકરણ, પોસ્ટ-હાર્વેસ્ટ મેનેજમેન્ટ, કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સ, પ્રોસેસિંગ અને સંગઠિત બજાર પ્રવેશને જોડતી મજબૂત ફાર્મ-ટુ-માર્કેટ ઇકોસિસ્ટમ બનાવવાનો છે.

આ મેગા પ્રોજેક્ટની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
રોકાણ અને સમયગાળોઃ કુલ રોકાણ: આશરે ₹124 કરોડ ના અંદાજિત રોકાણ સાથે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે.
પ્રોજેક્ટનો સમયગાળો: કંપનીના મેનેજમેન્ટ અનુસાર ઓક્ટોબર-નવેમ્બર 2026 થી આનું કામકાજ શરૂ થઈ ગયું છે અને તેને પૂર્ણ થવામાં આશરે 18 થી 20 મહિના નો સમય લાગશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસિટી (આધુનિક સુવિધાઓ): શાકભાજીના બગાડને અટકાવવા અને ફાર્મ-ટુ-માર્કેટ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે આધુનિક કોલ્ડ ચેઈન ઊભી કરવામાં આવશે:
કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા: 6,000 મેટ્રિક ટન (MT) કોલ્ડ-સ્ટોરેજ
ફ્રોઝન સ્ટોરેજ ક્ષમતા: 3,000 મેટ્રિક ટન (MT) ફ્રોઝન-સ્ટોરેજ
એગ્રીગેશન હબ: 2 કલેક્શન અને એગ્રીગેશન સેન્ટર તથા 1 ઇન્ટિગ્રેટેડ પેકહાઉસ
ફાર્મ-લેવલ સપોર્ટ: ખેડૂતો માટે 14 ફાર્મ-ગેટ પેકહાઉસ અને માલસામાનની હેરફેર માટે 10 રેફ્રિજરેટેડ વાહનો
પ્રોસેસિંગ યુનિટ્સ: શાકભાજીને ફ્રીઝ કરવા, સુકવણી (Dehydration) અને વેલ્યુ એડિશન માટેના ખાસ પ્લાન્ટ

11,000 થી વધુ ખેડૂતો ને સીધો લાભ મળશે
PRIME FRESHના આ પ્રયાસના કારણે નાસિક ક્ષેત્રના ગામડાઓમાં આશરે 10,000 હેક્ટર થી વધુ જમીન પર આ કૃષિ પ્રોજેક્ટ કાર્યરત થશે.
લાભાર્થી ખેડૂતો: આનાથી 11,000 થી વધુ ખેડૂતો ને સીધો લાભ મળશે, જેમાં તેમને આધુનિક ખેતી પદ્ધતિઓ, ગુણવત્તાયુક્ત બિયારણ અને તાલીમ (Skill Development) આપવામાં આવશે.
ડિજિટલ ટ્રેસેબિલિટી: કંપનીના B2B પોર્ટલ દ્વારા ખેડૂતોના પાક અને પેમેન્ટની સંપૂર્ણ વિગતો ડિજિટલી ટ્રેક કરી શકાશે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો, લણણી પછી થતા શાકભાજીના બગાડને ઘટાડવાનો અને ભારતીય કૃષિ બજારને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે.
રોકાણ અને સમયગાળો: આશરે ₹124 કરોડ ના અંદાજિત રોકાણ સાથે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે.
પ્રોજેક્ટનો સમયગાળો: કંપનીના મેનેજમેન્ટ અનુસાર ઓક્ટોબર-નવેમ્બર 2026 થી આનું કામકાજ શરૂ થઈ ગયું છે અને તેને પૂર્ણ થવામાં આશરે 18 થી 20 મહિના નો સમય લાગશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
