અમદાવાદ, 9 ડિસેમ્બર: સેલ્યુલોઝ-આધારિત ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર એક્સેન્ટ માઈક્રોસેલ લિમિટેડે એન્કર બુક સબસ્ક્રિપ્શન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જેમાં કંપનીએ રૂ. 10ની ફેસવેલ્યૂ ધરાવતા 15.96 લાખ ઇક્વિટી શેર રૂ. 140ની ઈશ્યૂ પ્રાઈસ પર વેચી રૂ. 22.34 કરોડ એકત્ર કર્યા છે. એન્કર ઈન્વેસ્ટમેન્ટમાં મેરુ ઇન્વેસ્ટમેન્ટ ફંડ PCC – CELL I એ કુલ એન્કર બુક સબ્સ્ક્રિપ્શનના 44.80% હિસ્સો ખરીદ્યો હતો. જ્યારે નેગેન અનડિસ્કવર્ડ વેલ્યુ ફંડે 18.80% સબ્સ્ક્રિપ્શન કર્યું હતું. બાકીનો 36.4% એન્કર બુક ઝિનિયા ગ્લોબલ ફંડ PCC – CELL DEWCAP ફંડ (15.66%) સિલ્વર સ્ટેલિયન લિમિટેડ (10.65%) અને વિકાસ ઈન્ડિયા EIF I ફંડ – ઈન્ક્યુબ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ (10.09%) દ્વારા સબ્સ્ક્રાઈબ થયો હતો.

અમદાવાદ સ્થિત કંપનીનો આઈપીઓ 8થી 12 ડિસેમ્બર, 2023 દરમિયાન યોજાશે. એક્સેન્ટ માઈક્રોસેલ અંદાજે રૂ. 78.40 કરોડ એકત્ર કરવા માગે છે. આઈપીઓનો હેતુ  ગુજરાતના નવાગામ ખેડા ખાતે ક્રોસકાર્મેલોઝ સોડિયમ (CCS), સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ (SSG) અને કાર્બોક્સિમિથાઈલસેલ્યુલોઝ (CMC)ના ઉત્પાદન માટે એક નવો પ્લાન્ટ સ્થાપિત કરવા માગે છે. જે એપ્રિલ, 2025 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થશે. કંપની એનએસઈ ઇમર્જ ખાતે લિસ્ટિંગ કરાવશે.

ઇશ્યુની પ્રાઇસ બેન્ડ રૂ. 133-140 નિર્ધારિત કરવામાં આવી છે. કંપની શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ ધરાવતાં 56 લાખ ઈક્વિટી શેર બુક-બિલ્ડિંગ રૂટ મારફત ફ્રેશ ઈશ્યૂ યોજશે. કંપનીએ કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડને ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)