મુંબઇ, 9 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 74,79,483 સોદાઓમાં કુલ રૂ.6,35,689.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,02,065.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5,33,501.04 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,31,976 સોદાઓમાં રૂ.69,953.48 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,786ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.64,063ના રેકોર્ડ સ્તરને સ્પર્શી નીચામાં રૂ.61,942 બોલાઈ, સપ્તાહનાં અંતે રૂ.174 ઘટી રૂ.62,466ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.50,402 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.6,126ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.177 ઘટી રૂ.62,290ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીમાં રૂ.3,202નો કડાકોઃ સોનામાં પીછેહટ

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.77,777ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.78,549 અને નીચામાં રૂ.74,000ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3,202ના કડાકા સાથે રૂ.74,313 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,962 ઘટી રૂ.74,365 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,934 ઘટી રૂ.74,376 બંધ થયો હતો.

ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.604 ઘટી રૂ.5,807

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 6,89,862 સોદાઓમાં રૂ.24,859.94 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,330ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,409 અને નીચામાં રૂ.5,755ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.605 ઘટી રૂ.5,802 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.604 ઘટી રૂ.5,807 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.235ના ભાવે ખૂલી, રૂ.20.10 ઘટી રૂ.214.80 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 20.2 ઘટી 215 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.123 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 66,130 સોદાઓમાં રૂ.7,207.5 કરોડના વેપાર થયા હતા. તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.723.55ના ભાવે ખૂલી, રૂ.6.80 ઘટી રૂ.715.20 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.6.10 ઘટી રૂ.195.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.60 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.30 ઘટી રૂ.218ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.6.25 ઘટી રૂ.195.70 સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.80 ઘટી રૂ.182.40 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.5.35 ઘટી રૂ.217.80 બંધ થયો હતો.

કોટન ખાંડી જાન્યુઆરી વાયદો રૂ.200 ઘટી રૂ.57,000

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.44.62 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,578ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,595 અને નીચામાં રૂ.1,541ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.11 ઘટી રૂ.1,567 થયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.57,040ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,480 અને નીચામાં રૂ.56,000ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.200 ઘટી રૂ.57,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.50 વધી રૂ.942.00 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,02,066 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5,33,501 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.26,780.68 કરોડનાં 42,711.989 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.43,172.80 કરોડનાં 5,668.345 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.10,705.58 કરોડનાં 1,76,32,870 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,154.36 કરોડનાં 63,28,73,500 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.870.73 કરોડનાં 43,783 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.235.51 કરોડનાં 12,809 ટન તાંબાના વાયદાઓમાં રૂ.3,506.66 કરોડનાં 48,888 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,594.60 કરોડનાં 117,472 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.15.53 કરોડનાં 2,736 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.28.93 કરોડનાં 309.24 ટનનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)