અદાણી એરપોર્ટ ઇન્ડીગો વચ્ચે ડ્યુટી ફ્રી શોપિંગ માટે ઇન્ડીગો બ્લ્યુ ચિપ્સ ઓફર પરત્વે ભાગીદારી
અમદાવાદ, 17માર્ચ: અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. સંચાલિત વિમાની મથકોએ ઇન્ડિગો બ્લુચિપના સભ્યોને ડ્યુટી-ફ્રી શોપિંગની સવલત ઓફર કરવાના હેતુથી ભારતની પસંદગીની એરલાઇન ઇન્ડિગો અને દેશના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) એ એક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે

અદાણી પ્લેટફોર્મ દ્વારા પ્રી-બુક કરાયેલ ડ્યુટી-ફ્રી ઉત્પાદનો પર ખર્ચવામાં આવેલા પ્રત્યેક રુ.100 માટે આ ભાગીદારી હેઠળ સભ્યો પાંચ ઇન્ડિગો બ્લુચિપ્સ પ્રાપ્ત કરી શકે છે. મુસાફરો પ્રસ્થાન પહેલાં ઓનલાઈન ઉત્પાદનો પસંદ અને રિઝર્વ કરી ચૂકવણી કરી શકે છે અને એરપોર્ટ પર જ પોતે ખરીદેલી ચીજ વસ્તુ સરળતાથી હસ્તગત કરી શકે છે.

આ માટેની વ્યવસ્થા હેઠળ ગ્રાહકો એક સમર્પિત પોર્ટલ દ્વારા લોગ ઇન કરી પોતાના ઇન્ડિગો બ્લુચિપ સભ્યપદ ઓળખ આઇડી. ને લિંક કરી શકે છે. તેઓએ ખરીદી કર્યાના 24-48 કલાકમાં ખરીદી ઉપર તેમણે કમાયેલ રકમ મેળવી શકે છે. આ અભિયાનનો હેતુ ડિજિટલ સુવિધા, લોયલ્ટીના લાભો અને એરપોર્ટ રિટેલને એક સાથે સાંકળીને સરળ મુસાફરીની અનુભૂતિ પૂરી પાડવાનો છે.
ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવા કાર્યરત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે વિસ્તરણની યોજના સાથે હાલમાં મુંબઈ, અમદાવાદ, તિરુવનંતપુરમ, જયપુર, મેંગલુરુ અને લખનૌ એરપોર્ટ પર આ કાર્યક્રમ હેઠળ ડ્યુટી-ફ્રી સ્ટોર્સ ઉપલબ્ધ છે, જેમાં છે.
95થી વધુ સ્થાનિક અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોના સમાવેશ સાથે ઇન્ડિગો વિશ્વભરમાં 140 થી વધુ સ્થળોને જોડતી 2,000 થી વધુ દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, તેના ફ્લીટના કદ અને પેસેન્જર ટ્રાફિકની દ્રષ્ટીએ તે ભારતની સૌથી મોટી એરલાઇન છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
