મુંબઈ, 2 માર્ચઃ ICICI બેંકએ મૂડીબજારના સહભાગીઓ અને કસ્ટડી સેવાઓના ક્લાયન્ટ્સ માટે વિવિધ ડિજિટલ સોલ્યુશન પ્રસ્તુત કર્યા છે. આ વિવિધ સોલ્યુશન સ્ટોક બ્રોકર્સ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ (પીએમએસ) પ્રદાતાઓ, ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ), પ્રત્યક્ષ વિદેશી રોકાણકારો (એફડીઆઇ) અને અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ ફંડ્સ (એઆઇએફ) સહિત આ ક્ષેત્રના વિવિધ સહભાગીઓને તેમની બેંકિંગ સાથે સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ બનાવશે. નવું પ્રસ્તુત થયેલું ‘3-ઇન-1’એકાઉન્ટ સ્ટોક બ્રોકર્સના ક્લાયન્ટ્સને સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએથી ગણતરીના કલાકોમાં ઓનલાઇન ટ્રેડિંગ, ડિમેટ અને સેવિંગ્સ એકાઉન્ટ ડિજિટલી ખોલાવવા સક્ષમ બનાવશે. બેંકએ પીએમએસ સર્વિસીસના પ્રદાતાઓને પણ એક કાર્યકારી દિવસમાં સેવિંગ્સ એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટ ડિજિટલ રીતે ખોલવા સક્ષમ બનાવ્યાં છે. ઉપરાંત બેંકએ સમગ્ર દુનિયામાં કોઈ પણ દેશમાંથી એફપીઆઇ/એફડીઆઇને બોર્ડ પર લેવા અને નોંધણી કરવા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ પ્રસ્તુત કર્યું છે.