રોકાણકારોના ખિસ્સા ભરવા ટાટા ટેકનોલોજી બાદ હવે ટાટા સન્સના IPOના પડઘમ
વિગત | લિસ્ટિંગ | પ્રાઇસ | છેલ્લો | +/- |
ટાટા ટેકનો. | 23 નવે.-23 | 500 | 1073.4 | 115% |
અમદાવાદ, 5 માર્ચઃ 23 નવેમ્બરે પ્રાઇમરી માર્કેટમાં ટાટા ટેકનોલોજીસના આઇપીઓના લિસ્ટિંગ સમયે શેરમાં રૂ. 500ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1314ની સપાટીએ થયેલા લિસ્ટિંગમાં રોકાણકારોને રાજીના રેડ કરી દીધાં હતા. એ વાત અલગ છે કે, લાગ્યા તેમને છપ્પર ફાડ કે લાગ્યા અને રહી ગયા તેમને મોં વકાસીને જોવા વારો આવ્યો હતો. તેમના માટે ટાટા જૂથ વધુ એક બમ્પર તક લઇને આવી રહ્યું છે. હા, ટાટા સન્સ લિમિટેડના આઇપીઓના પડઘમ વાગી રહ્યા છે.
કંપનીનું આઇપીઓ સમયે મૂલ્યાંકન રૂ. 8 લાખ કરોડ આસપાસ અંકાય છે તેવું. સ્પાર્ક PWMના રિપોર્ટમાં દર્શાવાયું છે. ટાટા સન્સના લિસ્ટેડ રોકાણોનું બજાર મૂલ્ય ₹16 ટ્રિલિયન હોવાનો અંદાજ છે જ્યારે તેનો ખાનગી હિસ્સો લગભગ ₹1-2 ટ્રિલિયન હોવાનો અંદાજ છે. રોકાણકારો હોલ્ડિંગ કંપની માટે 30-60 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. મોટાભાગના પ્રાઇમરી માર્કેટ નિષ્ણાતો એવો આશાવાદ સેવી રહ્યા છે કે ટાટા સન્સનું લિસ્ટિંગ IPO માર્કેટને વેગ આપશે.નિષ્ણાતો એવો સૂર વ્યક્ત કરી રહ્યા છે કે, ટાટા સન્સના 80 ટકા હોલ્ડિંગ મોનેટાઇઝેબલ ન હોઈ શકે પરંતુ રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા રિ-રેટિંગને ટ્રિગર કરી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)