અશોક લૅલેન્ડે ગુજરાતમાં જામનગરમાં નવી LCV ડીલરશિપનું ઉદ્ઘાટન કર્યુ
જામનગર, ગુજરાત, 14 મે, 2026: હિંદુજા ગ્રૂપની ભારતમાં ફ્લેગશિપ કંપની અને દેશની અગ્રણી કમર્શયિલ વાહન ઉત્પાદક અશોક લૅલેન્ડએ આજે ગુજરાતમાં દરિયાકિનારે સ્થિત જામનગરમાં લાઇટ કમર્શિયલ વ્હિકલ (LCV) માટે એની નવી ડીલરશિપરનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીની ગુજરાતમાં આ 13મી લાઇટ કમર્શિયલ વ્હિકલ ડીલરશિપ છે, જે એના મજબૂત LCV વિતરણ નેટવર્કને વધારે મજબૂત કરશે. આ સાથે કંપની હવે સમગ્ર દેશમાં 945થી વધારે કસ્ટમર ટચપોઇન્ટ ધરાવે છે.
કંપનીના LCV વિતરણ નેટવર્કમાં નવા ચેનલ પાર્ટનર કરણ ઓટોલિંક છે, જે જામનગર રાજકોટ હાઇવે પર મોકાના સ્થાને 3S (સેલ્સ, સર્વિસ અને સ્પેર્સ) સુવિધા ધરાવે છે. આ સુવિધા ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ પ્રદાન મળે એ સુનિશ્ચિત કરવા 7 સર્વિસ બે અને અદ્યતન માળખા સાથે સજ્જ છે. હાલ કંપની આ LCV ઉત્પાદનોની રેન્જ ઓફર કરે છે – સાથી, દોસ્ત, બડા દોસ્ત, પાર્ટનર અને MiTR.
આ ઉદ્ઘાટન પર અશોક લૅલેન્ડના LCVબિઝનેસના હેડ વિપ્લવ શાહે કહ્યું હતું કે, “અમે જામનગરમાં અમારી નવી ડીલરશિપ સાથે ગુજરાતના મહત્વપૂર્ણ બજારમાં અમારી કામગીરીને વધારે મજબૂત કરીને ખુશ છીએ. દોસ્ત, બડા દોસ્ત અને સાથી વાહનોને ગ્રાહકો પાસેથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જે માટે તેની શ્રેષ્ઠ માઇલેજ, ઉત્તમ પર્ફોર્મન્સ તથા સેલ્સ અને આફ્ટરસેલ્સનું જબરદસ્ત પીઠબળ જવાબદાર છે. આ નવી ડીલરશિપ અમારી પહોંચને વધારવા વધુ એક પગલું છે. તે ખાતરી આપે છે કે, અમે અમારા કિંમતી ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરીએ છીએ.”
બડા દોસ્ત છ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને 80 hp BS6 એન્જિન સાથે સજ્જ છે, જે શ્રેષ્ઠ પાવર અને માઇલેજ, સૌથી વધુ પેલોડ ક્ષમતા, સેગમેન્ટમાં શ્રેષ્ઠ લોડ બોડી લંબાઈ અને લોડિંગ સ્પેસ આપે છે. આ તમામ સુવિધાઓ ગ્રાહકોને ટ્રિપદીઠ વધારે નફો મેળવવામાં મદદ કરે છે. પોતાના લૉ ટર્નિંગ રેડિયસ અને
પાર્ટનર આધુનિક અને અતિ ઇંધણદક્ષ લોડ કેરિયર છે. આ 4-ટન પેલોડ સેગમેન્ટમાં પોતાની સેવા આપે છે તથા 4 ટાયર અને 6 ટાયર એમ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. પાર્ટનર આંતરરાષ્ટ્રીય સ્તરે ગુણવત્તામાં શ્રેષ્ઠ ગણાતા વ્હિકલ પ્લેટફોર્મ પર આધારિત છે અને અતિ સફળ, અસરકારક ZD30 CRDI એન્જિન ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
