અમદાવાદ, 14 મેઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેમના દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો મુખ્ય વેરિએન્ટ/પેકમાં તારીખ ૧૪ મે  ૨૦૨૬ થી સમગ્ર ભારતમાં અમલમાં મૂક્યું છે.

આ ભાવ વધારો મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૨.૫-૩.૫% નો વધારો સૂચિત કરે છે જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે. નોંધનીય છે કે અમૂલ દૂધના ભાવમાં મે-૨૦૨૫ બાદ કોઈ વધારો કરવામાં આવેલ નથી. 
આ ભાવ વધારો અમારા ૩૬ લાખ દૂધ ઉત્પાદકોના દૂધના ઈનપુટ ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવી રહ્યો છે. દૂધ ઉત્પાદનનાં ખર્ચમાં વર્ષ દરમિયાન પશુ આહાર, દૂધ પેકેજિંગ ફિલ્મ અને બળતણ નોંધપાત્ર વધારો થયો છે. અમારા બધા સભ્ય સંઘોએ પણ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોના ભાવમાં રૂ. ૩૦ પ્રતિ કિલો ફેટનો એટલે કે ૩.૭% નો વધારો કર્યો છે.

એ નોંધવું અગત્યનું છે કે અમૂલ સહકારી માળખા ધ્વારા ગ્રાહકો પાસેથી જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી ૮૦%  નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. દૂધની વેચાણ કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો મોટા ભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું રહેશે.

અમૂલ દૂધના મુખ્ય વેરિઅન્ટ-પેકની સુધારેલી એમઆરપી: ગુજરાત (અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છ) 
વેરિઅન્ટપેકએમઆરપી (₹/પેક)વધારો
(₹/
પેક)
હાલનીનવી
તાજા500 મિલી28291
1 લીટર55572
ગાયનું દૂધ500 મિલી29301
શક્તિ500 મિલી31321
ટી સ્પેશિયલ1 લીટર63663
ગોલ્ડ500 મિલી34351
ભેંસનું દૂધ500 મિલી37392

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)