એનસીડેક્સ: ગુવાર ગમ, ધાણા, હળદર વાયદામાં નીચલી સર્કિટ
સતત બીજા દિવસે બજારોમાં ખરીદીનાં અભાવે હાજર કારોબાર નરમ હતા જ્યારે વાયદામાં વેચવાલીનાં કારણે કૄષિ કોમોડિટીમાં ભાવ નીચા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૬૨૮.૮૦ ખુલી સાંજે ૮૨૫૮.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૦૭ ખુલી ઉંચામાં ૮૫૧૩ તથા નીચામાં ૮૨૬૭ થઇ સાંજે…
