અમદાવાદ, 21 જૂનઃ શિક્ષણ કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ 31 માર્ચ, 2024 સુધી એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ)ની બાબતે ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસી ક્ષેત્રે બીજી સૌથી મોટી સંસ્થા છે. ભારતમાં શિક્ષણ કેન્દ્રિત એનબીએફસીમાં નાણાંકીય વર્ષ 2024માં કરવેરા પછીનો બીજો સૌથી વધુ નફો નોંધાવ્યો છે. કંપની વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન લોનથી લઈને એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન દ્વારા શિક્ષણ સંસ્થાઓ માટે મૂડીમાં વૃદ્ધિ સુધીની પ્રોડક્ટ્સ સાથે ફુલ સ્ટેક એજ્યુકેશન ઓફર કરે છે.

રૂ. 3,500 કરોડ સુધીની પબ્લિક ઓફરમાં રૂ. 1,000 કરોડ સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર દ્વારા ઇક્વિટી શેરદીઠ રૂ. 5ની ફેસ વેલ્યુના રૂ. 2,500 કરોડ સુધીની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

અવાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ઇશ્યૂમાંથી મળનારા કુલ નાણાંનો બિઝનેસ તથા એસેટ્સના વિકાસથી ઊભી થનારી કંપનીની ભાવિ મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૂડી આધાર વધારવા માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.

ઇક્વિટી શેર બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, એવેન્ડસ કેપિટલ, જે પી  મોર્ગન ઈન્ડિયા, નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી, નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને એસબીઆઈ બુક માર્કેટ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)