HDFC બેન્કે GIGA લોન્ચ કર્યુઃ ગીગ કામદારો માટે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સનું સંપૂર્ણ સ્યુટ
અમદાવાદ, 2 સપ્ટેમ્બર: HDFC બેન્કે GIGA લોન્ચ કર્યું. જે ખાસ કરીને ગીગ વર્કર્સ/ફ્રીલાન્સર્સ માટે રચાયેલ ઉત્પાદનો અને સેવાઓનો સંપૂર્ણ ફાઈનાન્સિયલ સ્યૂટ છે. બેન્કે ફ્રિલાન્સર્સની જરૂરિયાતો સમજવા માટે કન્ઝ્યુમર રિસર્ચ અભ્યાસ હાથ ધર્યો હતો. ત્યારબાદ તેના તારણના આધારે GIGA લોન્ચ કર્યું છે. જે ફ્રિલાન્સર્સની જરૂરિયાતોને સંબોધતા કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરતો પ્રથમ ડિજિટલ પ્રોગ્રામ છે.
ગિગ ઇકોનોમી તમામ સેગમેન્ટમાં વિસ્તરિત થઈ છે. મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, સોફ્ટવેર પ્રોગ્રામર્સ અને ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ જેવા રોકાણ સલાહકારો જેવા વ્હાઈટ-કોલર પ્રોફેશનલ્સથી માંડી ચોક્કસ વોકેશનલ-ટેક્નિકલ નિપુણતા ધરાવતા ગ્રે કોલર વર્કર્સ, તેમજ ડિલિવરી પાર્ટનર, કેર ટેકર જેવા પિંક કોલર કામદારો સુધી ફેલાયેલી છે. જેમાં બ્લ્યૂ કોલર પણ સમાવિષ્ટ છે.
HDFC બેન્કના સ્ટાર્ટઅપ એન્ડ ગવર્નમેન્ટ એન્ડ ઈન્સ્ટીટ્યૂશનલ બિઝનેસ, ગીગ બેન્કિંગ હેડ શ્રીમતિ સુનાલી રોહરાએ જણાવ્યું હતું કે, અમારી પ્રોડક્ટ્સમાં વિશિષ્ટ બચત ખાતું, ચાલુ ખાતું, ડેબિટ કાર્ડ્સ, અત્યંત વિશિષ્ટ ઑફર્સ સાથેના ક્રેડિટ કાર્ડ્સ, રૂ. 20 પ્રતિદિનની નજીવી કિંમતનો હેલ્થ ઈન્સ્યોરન્સ, અને અનુકૂળ રોકાણ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જેમાં તેઓ પરંપરાગત SIP અને કસ્ટમ રિટેલ એસેટ પ્રોડક્ટ્સને બદલે “ગમે ત્યારે અને પોતાની ક્ષમતા અનુસાર” રોકાણ કરી શકે છે. તેમની અનિયમિત આવક તેમને જીવનશૈલીમાં રોકાણ માર્ગ અપનાવવાની સ્વંત્રતા આપે છે. જે ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસ અને રિમોટ કામગીરી કરવાના વલણ દ્વારા સંચાલિત છે.
ભારતમાં ગીગ કામદારોની સંખ્યા 30 થી 50 મિલિયન હોવાનો અંદાજ છે અને આ સેગમેન્ટ સતત વિકસી રહ્યું છે.
GIGA* હેઠળની ઑફર:
- ફ્લેક્સિબલ GIGA બચત ખાતું – GIGA એકાઉન્ટ ફ્રિલાન્સર્સને ત્રિમાસિક બેલેન્સ જાળવવાની પસંદગી આપે છે (મેટ્રો/શહેરી માટે રૂ. 10,000 અને અર્ધ-શહેરી/ગ્રામીણ ખાતાઓ માટે રૂ. 5,000) અથવા ફિક્સ્ડ ડિપોઝિટ / રિકરિંગ ડિપોઝિટ/ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન સાથે રોકાણ યાત્રા શરૂ કરવાનો વિકલ્પ આપે છે.
- GIGA બિઝનેસ ડેબિટ કાર્ડ ખર્ચ પર ઝડપી કેશબેક અને કસ્ટમાઇઝ ઑફર્સ એકાઉન્ટ સુવિધા ઓફર કરે છે. તે રૂ. 10 લાખ સુધીનું કોમ્પ્લિમેન્ટરી વ્યક્તિગત આકસ્મિક મોત કવરેજ પ્રદાન કરે છે.
- એક્સક્લુઝિવ GIGA બિઝનેસ ક્રેડિટ કાર્ડ ખાસ કરીને ફ્રિલાન્સર્સ માટે 55 દિવસની વ્યાજમુક્ત ક્રેડિટ અવધિ, અને ઝડપી રિવોર્ડ પ્રોગ્રામ સાથે તૈયાર કરવામાં આવ્યું છે.
- HDFC અર્ગોમાંથી હેલ્થ ઈન્સ્યોરન્સઃ હવે ગીગ કામદારો પોતાના અને પોતાના પરિજનો માટે રોજિંદા રૂ. 20ના નજીવા ખર્ચે હેલ્થ ઈન્સ્યોરન્સ લઈ શકશે.
- બિઝનેસ લોનઃ તેમની બિઝનેસ જરૂરિયાતો મુજબ કોલેટરલ ફ્રી લોન પ્રદાન કરશે.
- કાર લોન વાહનની ઓન-રોડ કિંમતના 100 ટકા સુધી ધિરાણની સુવિધા
- ટુ-વ્હીલર લોન પ્રીમિયમ સુપરબાઈકલ માટે રૂ. 50 લાખ અને રૂ.26,000થી રૂ. 4 લાખ સુધીની રેન્જ (કોમ્યુટર લાઇફસ્ટાઇલ વ્હિકલ)
- ગોલ્ડ લોન: ઝડપી વિતરણ સાથે ઓવર-ધ-કાઉન્ટર પ્રોડક્ટ
- (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
- (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)