IFL એન્ટરપ્રાઇસીસ: Q3 ચોખ્ખો નફો 5 ગણો વધી રૂ. 88 લાખ
કંપનીએ 1:4 રેશિયોમાં 4.54 કરોડ બોનસ ઇક્વિટી શેર્સ અને 1:10 રેશિયોમાં 2.2 કરોડ બોનસ શેર્સ ફાળવ્યા
અમદાવાદ, 12 ફેબ્રુઆરી: પેપર અને સ્ટેશનરી બિઝનેસ સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત IFL એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન ધોરણે રૂ. 88 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળાના રૂ. 14.6 લાખના ચોખ્ખા નફા કરતા વાર્ષિક ધોરણે 500%થી વધુનો વધારો દર્શાવે છે. કુલ આવક વાર્ષિક ધોરણે 239% વધીને રૂ. 2.325 કરોડ (રૂ. 68.4 લાખ) રહી હતી. કંપનીએ રૂ. 1.22 કરોડની એબિટા નોંધાવી હતી.
કંપની ફળો, શાકભાજી, બિયારણો, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, હર્બલ પ્રોડક્ટ્સ અને કૃષિ કોમોડિટી જેવા કૃષિ પેદાશોની આયાત, નિકાસ અથવા વેપાર જેવા નવા બિઝનેસ ક્ષેત્રોમાં કંપનીને પ્રવેશ કરાવવાની દરખાસ્ત ધરાવે છે. કંપની
ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિનાના ગાળા માટે IFL એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે રૂ. 7.3 કરોડ (રૂ. 4.46 કરોડ)ની આવકો નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 64%નો મજબૂત વધારો દર્શાવે છે ચોખ્ખો નફો ત્રણ ગણો વધીને રૂ. 1.54 કરોડ (રૂ. 48.6 લાખ) નોંધાવ્યો હતો.
IFL એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે સપ્ટેમ્બર 2023માં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગને 1.21%થી વધારીને ડિસેમ્બર 2023માં 2.23% કરીને શેરહોલ્ડરોના મૂલ્યમાં વધારો કરવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
કંપનીએ 1:4ના રેશિયોમાં કંપનીના ફુલ્લી પેઇડ ઇક્વિટી શેરધારકોને 4,54,80,440 બોનસ શેર ઇશ્યૂ કર્યા હતા એટલે કે રેકોર્ડ તારીખ 21 એપ્રિલ 2023ના રોજ રખાયેલા દર 4 ઇક્વિટી શેરની સામે એક નવો ફુલ્લી પેઇડ ઇક્વિટી શેર. આ ઉપરાંત 1:10ના રેશિયોમાં કંપનીના ફુલ્લી પેઇડ ઇક્વિટી શેરધારકોને 22,732,431 બોનસ શેર્સ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા એટલે કે 18 ડિસેમ્બર 2023ના રોજ રેકોર્ડ તારીખ પર શેરધારકો પાસે રહેલા દર 10 ઇક્વિટી શેર્સની સામે 1 નવો ફુલ્લી પેઇડ ઇક્વિટી શેર. કંપનીએ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેરનું વિભાજન કરીને રૂ. 1ની ફેસ વેલ્યુના 10 ઇક્વિટી શેર કર્યુ હતુ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)