ભારતની મોસ્ટ વેલ્યુએબલ કંપનીઓમાં 31 કંપનીઓ ગુજરાતની
2023ના બર્ગન્ડી પ્રાઇવેટ હુરૂન ઈન્ડિયા 500 રિપોર્ટ અનુસાર ગુજરાતની કંપનીઓની કુલ વેલ્યુ રૂ. 14.7 લાખ કરોડ
2.6 લાખ કરોડની વેલ્યુ સાથે અદાણી એન્ટર. ગુજરાતની સૌથી મૂલ્યવાન કંપની | આ લિસ્ટમાં ગુજરાતની કંપનીઓની સરેરાશ વય 38 વર્ષની છે |
બીજા ક્રમે અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રૂ. 1.7 લાખ કરોડ તથા અદાણી ગ્રીન એનર્જી રૂ. 1.4 લાખ કરોડ સાથે | અદાણી ગ્રુપની 8 કંપનીઓની સંયુક્તપણે રૂ. 9.9 લાખ કરોડની વેલ્યુ, 500 ટોપ કંપનીઓની કુલ વેલ્યુમાં 4.3 ટકા હિસ્સો |
હેલ્થકેર સેક્ટરે સૌથી વધુ નવા ઉમેરા જોયા છે જેની આગેવાની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે લીધી છે જેનું મૂલ્ય રૂ. 65,332 કરોડ કરોડ છે | ટોરન્ટ પછીના ક્રમે રૂ. 61,900 કરોડ સાથે ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ અને રૂ. 58,733 કરોડ સાથે ઝાયડસ લાઇફસાયન્સિસ |
2023 બર્ગન્ડી પ્રાઇવેટ હુરૂન ઈન્ડિયા 500માં ગુજરાતની કંપનીઓનું કુલ વેચાણ સંયુક્તપણે રૂ. 4.3 લાખ કરોડ હતું જે ગયા વર્ષની સરખામણીએ 30 ટકાનો વધારો દર્શાવે છે | ગુજરાતની 2023 બર્ગન્ડી પ્રાઇવેટ હુરૂન ઈન્ડિયા 500 કંપનીઓ કુલ 1.9 લાખ લોકોને રોજગારી આપે છે જેની સરેરાશ 6,417 કર્મચારીઓ જેટલી છે |
રોજગારીમાં વેલસ્પન, ટોરન્ટ ફાર્મા અને ઝાયડસ લાઇફ ટોચે
મહિલાઓને નોકરી આપનારી ટોચની કંપનીઓઃ વેલ્સપન ઈન્ડિયા 3,611 મહિલાઓને નોકરી આપવા સાથે સૌથી આગળ છે | મહિલાઓને રોજગારી મુદ્દે 1,156 સાથે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ અને 1,64 સાથે ઝાયડસ લાઇફસાયન્સિસ |
અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ હુરૂન ઈન્ડિયા અને બર્ગન્ડી પ્રાઇવેટ લિમિટેડે 2023 બર્ગન્ડી પ્રાઇવેટ હુરૂન ઈન્ડિયા 500 લિસ્ટમાં ગુજરાતની રાજ્ય સરકારને હસ્તક ન હોય તેવી સૌથી વધુ મૂલ્યવાન કંપનીઓનું વધુ એનાલિસીસ લોન્ચ કર્યુ છે. ભારતમાં 500 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીની બીજી એડિશન જાહેર કરવામાં આવી છે. આ કંપનીઓને તેમના મૂલ્યને આધારે રેન્કિંગ આપવામાં આવી છે જેને લિસ્ટેડ કંપનીઓ માટે માર્કેટ કેપિટલાઇઝેશન અને નોન-લિસ્ટેડ કંપનીઓ માટે વેલ્યુએશન તરીકે ગણવામાં આવે છે. આ લિસ્ટ ભારતમાં હેડક્વાર્ટર હોય તેવી જ કંપનીઓનો સમાવેશ કરે છે. રાજ્ય સરકારની માલિકીની કંપનીઓ અને વિદેશી તથા ભારતીય કંપનીઓની પેટા કંપનીઓનો તેમાં સમાવેશ થતો નથી.
ભારતીય કંપનીઓ અને તેમની લીડરશિપ આજે દેશ જે અનોખા સ્થાને પહોંચ્યો છે
આ લોન્ચ અંગે એક્સિસ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું કે વિકાસના પડકારનો સામનો કરી રહેલા વિશ્વમાં ભારતીય બિઝનેસીસમાં રહેલી સ્થિતિસ્થાપકતા, ડાયનેમિઝમ અને સ્પર્ધાત્મક ભાવના છે. સતત ચાલી રહેલા નાણાંકીય કન્સોલિડેશન, ઊંચા સ્થાનિક વ્યાજ દરો, તરલતાની કડક સ્થિતિ તથા ધીમી પડેલી નિકાસો જેવા પડકારો છતાં ભારતનો આર્થિક વિકાસ પ્રભાવશાળી રહ્યો છે. ભારતીય કંપનીઓ અને તેમની લીડરશિપ આજે દેશ જે અનોખા સ્થાને પહોંચ્યો છે તેમાં તેમના પ્રદાન માટે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. ભારત હવે પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ચાઇના પ્લસ 1, એમએસએમઈ અને ‘ભારત’ જેવા ઊભરતા ટ્રેન્ડ્સનો લાભ લેવો નિર્ણાયક રહેશે જે દેશના વિકાસના એન્જિન તરીકે કામ કરશે.
2023 બર્ગન્ડી પ્રાઇવેટ હુરૂન ઈન્ડિયા 500 લિસ્ટમાં સ્થાન પામેલી કંપનીઓએ સંયુક્તપણે તેમના શેરધારકો માટે રૂ. 231 લાખ કરોડના મૂલ્યનું સર્જન કર્યુ છે. ભારતની અગ્રણી વેલ્થ મેનેજમેન્ટ ફ્રેન્ચાઇઝી તરીકે બર્ગન્ડી પ્રાઇવેટે આ મૂલ્ય નિર્માણને નજીકથી જોયું છે. ભારતની 500 કંપનીઓએ રાષ્ટ્રનિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે જે ભારતના જીડીપીના 28 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશના વર્કફોર્સમાં 1.3 ટકાને રોજગારી આપે છે. આ રિપોર્ટમાં નોંધપાત્ર બાબત એ છે કે લિસ્ટમાં રહેલી 52 કંપનીઓ એક દાયકા કરતાં પણ ઓછી જૂની છે જે તેમના ઉદ્યોગ સાહસિકના જોશ અને ડિજિટલ ઇનોવેશન સાથે આગામી દાયકાને ઓપ આપવાનું વચન આપે છે. 437 કંપનીઓના બોર્ડ પર મહિલાઓની હાજરી વધુ એક પ્રશંસનીય બાબત છે જે વિવિધતા અને સમાવેશકતા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગુજરાત તેની ઔદ્યોગિક તાકાત, ખાસ કરીને ટેક્સટાઇલ્સ, ડાયમંડ્સ, પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં, માટે જાણીતું
હુરૂન ઈન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે 2023 બર્ગન્ડી પ્રાઇવેટ હુરૂન ઈન્ડિયા 500 એ અર્થતંત્રની ઉત્ક્રાંતિનું ઉત્કૃષ્ટ પ્રતિનિધિત્વ કરે છે. ભારતના પશ્ચિમ ક્ષેત્રનું મહત્વનું રાજ્ય ગુજરાત તેની ઔદ્યોગિક તાકાત, ખાસ કરીને ટેક્સટાઇલ્સ, ડાયમંડ્સ, પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં, માટે જાણીતું છે. તે સુરતમાં વિશ્વનું ડાયમંડ પ્રોસેસિંગ હબ અને જામનગરમાં વિશ્વની સૌથી મોટી રિફાઈનરીઓ પૈકીની એક ધરાવે છે. ઝાયડસ કેડિલા અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ જેવી નોંધપાત્ર કંપનીઓ સાથે રાજ્યનું ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર હેલ્થકેરમાં તેના નવીનતમ પ્રદાન માટે જાણીતું છે. આ વૈવિધ્યસભર ઔદ્યોગિક આધાર ન કેવળ ગુજરાતના અર્થતંત્રને વેગવંતુ રાખે છે પરંતુ ભારતના આર્થિક વિકાસ પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે.
Table 1: Top 10 companies from Gujarat in 2023 Burgundy Private Hurun India 500
Rank | Company | Value (INR Cr) | Change (%) | Headquarters | CEO |
1 | Adani Enterprises | 2,62,098 | -31.3% | Ahmedabad | Rajesh S Adani |
2 | Adani Ports and Special Economic Zone | 1,69,571 | -2.5% | Ahmedabad | Karan Adani |
3 | Adani Green Energy | 1,44,979 | -56.5% | Ahmedabad | Vneet S. Jaain |
4 | Adani Power | 1,38,059 | 6.9% | Ahmedabad | Anil Sardana |
5 | Adani Energy Solutions | 84,694 | -77.3% | Ahmedabad | Anil Sardana |
6 | Torrent Pharmaceuticals | 65,332 | 17.0% | Ahmedabad | Samir Mehta |
7 | Adani Total Gas | 61,996 | -84.4% | Ahmedabad | Suresh P Manglani |
8 | Intas Pharmaceuticals | 61,900 | 4.4% | Ahmedabad | Nimish Chudgar |
9 | Zydus Lifesciences | 58,733 | 32.4% | Ahmedabad | Sharvil P. Patel |
10 | Astral | 48,995 | 20.1% | Ahmedabad | Sandeep P. Engineer |
Source: Hurun Research Institute, 2023 Burgundy Private Hurun India 500
Unlisted companies
Intas Pharmaceuticals is the most valuable unlisted company from Gujarat, followed by Nirma and Kiran Gems.
Table 2: Top 5 unlisted companies from Gujarat in 2023 Burgundy Private Hurun India 500
Rank | Company | Value (INR Cr) | Change (%) | Headquarters | CEO |
1 | Intas Pharmaceuticals | 61,900 | 4.4% | Ahmedabad | Nimish Chudgar |
2 | Nirma | 35,900 | 42.5% | Ahmedabad | Hiren K. Patel |
3 | Kiran Gems | 18,700 | 68.5% | Surat | Mavji Patel |
4 | Balaji Wafers | 16,900 | 48.2% | Rajkot | Chandubhai Virani |
5 | Farmson Pharmaceutical | 10,000 | -1.0% | Vadodara | Samir Patel |
Source: Hurun Research Institute, 2023 Burgundy Private Hurun India 500
Biggest Gainers
In terms of growth, the 2023 Burgundy Private Hurun India 500 from Gujarat was led by Welspun India followed by Kiran Gems and Cera Sanitaryware.
By absolute value, the biggest gainers were Zydus Lifesciences, Nirma, and Torrent Power.
Table 3: Top 5 Gainers by % from Gujarat Top 5 Gainers by INR Cr from Gujarat
Rank | Company | Value Change (%) | Value (INR Cr) | Rank | Company | Value Change (INR Cr) | Value (INR Cr) | |
1 | Welspun India | 92.3% | 14,888 | 1 | Zydus Lifesciences | 14,369 | 58,733 | |
2 | Kiran Gems | 68.5% | 18,700 | 2 | Nirma | 10,700 | 35,900 | |
3 | Cera Sanitaryware | 52.9% | 11,086 | 3 | Torrent Power | 10,499 | 34,739 | |
4 | Balaji Wafers | 48.2% | 16,900 | 4 | Torrent Pharmaceuticals | 9,489 | 65,332 | |
5 | Torrent Power | 43.3% | 34,739 | 5 | Adani Power | 8,890 | 1,38,059 |
Source: Hurun Research Institute, 2023 Burgundy Private Hurun India 500
Industry Distribution
In the 2023 Burgundy Private Hurun India 500, Healthcare and Energy were the biggest contributors from Gujarat followed by Chemicals and Consumer Goods.
Table 4: Top 5 Industries from Gujarat in 2023 Burgundy Private Hurun India 500
Rank | Main Industry | No. of Cos | % of Total Value | Change (%) | Most Valuable Company | Value (INR Cr) |
1 | Healthcare | 8 | 16% | 23% | Torrent Pharmaceuticals | 65,332 |
2 | Energy | 5 | 32% | -63% | Adani Green Energy | 1,44,979 |
3 | Chemicals | 4 | 5% | -34% | Deepak Nitrite | 27,155 |
3 | Consumer Goods | 4 | 7% | 19% | Adani Wilmar | 42,720 |
5 | Industrial Products | 3 | 6% | – | Astral | 48,995 |
Source: Hurun Research Institute, 2023 Burgundy Private Hurun India 500
Largest companies by revenue and profit
Average sales of the companies from Gujarat in the 2023 Burgundy Private Hurun India 500 was INR 15,319 crore. 8 of these companies had sales of more than INR 10,000 crore.
Table 5: Top 5 Companies from Gujarat in 2023 Burgundy Private Hurun India 500 with highest revenue
Rank | Company | Revenue (INR Cr) | YoY Growth (%) | Industry | Value to Revenue Multiple |
1 | Adani Enterprises | 1,38,175 | 96.18% | Metals & Mining | 1.9 |
2 | Adani Wilmar | 58,446 | 7.47% | Consumer Goods | 0.7 |
3 | Adani Power | 43,041 | 35.84% | Energy | 3.2 |
4 | Torrent Power | 26,076 | 79.92% | Energy | 1.3 |
5 | Adani Ports and Special Economic Zone | 22,405 | 23.86% | Transportation & Logistics | 7.6 |
Source: Hurun Research Institute, 2023 Burgundy Private Hurun India 500
Table 6: Top 5 Companies from Gujarat in 2023 Burgundy Private Hurun India 500 with highest net profit
Rank | Company | Net Profit (INR Cr) | YoY Growth (%) | Industry | Value to Net Profit (times) |
1 | Adani Power | 10,727 | 118.38% | Energy | 12.9 |
2 | Adani Ports and Special Economic Zone | 5,393 | 12.47% | Transportation & Logistics | 31.4 |
3 | Intas Pharmaceuticals | 2,423 | -9.56% | Healthcare | 25.5 |
4 | Adani Enterprises | 2,422 | 207.48% | Metals & Mining | 108.2 |
5 | Torrent Power | 2,165 | 371.68% | Energy | 16.0 |
Source: Hurun Research Institute, 2023 Burgundy Private Hurun India 500, BSE
How old are they?
The average age is 38 years.
Table 7: Oldest Companies from Gujarat Youngest Companies from Gujarat
Year | Company | Value (INR Cr) | Year | Company | Value (INR Cr) | |
1907 | Alembic Pharmaceuticals | 14,441 | 2015 | Adani Green Energy | 1,44,979 | |
1951 | Elecon Engineering Company | 9,034 | 2013 | Adani Energy Solutions | 84,694 | |
1951 | Cadila Pharmaceuticals | 8,000 | 2013 | Aether Industries | 11,410 | |
1959 | Torrent Pharmaceuticals | 65,332 | 2007 | Eris Lifesciences | 11,692 | |
1970 | Deepak Nitrite | 27,155 | 2005 | Adani Total Gas | 61,996 |
Source: Hurun Research Institute, 2023 Burgundy Private Hurun India 500
How many do they employ?
Companies from Gujarat in the 2023 Burgundy Private Hurun India 500 employ 1.9 lakh people, an average of 6,417 employees. 6 have more than 10,000 employees, led by Adani Enterprises with 22,636 employees and Torrent Power with 21,511 employees.
Table 8: Top 5 Employers from Gujarat Top 5 Women Employers from Gujarat
Rank | Company | Jobs* | Value (INR Cr) | Rank | Company | Jobs* | Value (INR Cr) | |
1 | Adani Enterprises | 22,636 | 2,62,098 | 1 | Welspun India | 3,611 | 14,888 | |
2 | Torrent Power | 21,511 | 34,739 | 2 | Torrent Pharmaceuticals | 1,156 | 65,332 | |
3 | Welspun India | 19,992 | 14,888 | 3 | Zydus Lifesciences | 1,064 | 58,733 | |
4 | Torrent Pharmaceuticals | 17,346 | 65,332 | 4 | Torrent Power | 692 | 34,739 | |
5 | Alembic Pharmaceuticals | 16,640 | 14,441 | 5 | Alembic Pharmaceuticals | 663 | 14,441 |
Source: Hurun Research Institute, 2023 Burgundy Private Hurun India 500, Company Annual Reports, *No. of employees
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)