મુંબઇ, 12 ફેબ્રુઆરી: મુંબઈ સ્થિત ટેક્નોલોજી સોલ્યુશન્સ કંપની વરેનિયમ ક્લાઉડ લિમિટેડે ત્રીજા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ધોરણે રૂ. 87.68 કરોડ (રૂ.29.29 કરોડ)નો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે વાર્ષિક ધોરણે 196% ટકાનો વધારો દર્શાવે છે. કુલ આવકો રૂ. 401.86 કરોડ (રૂ. 109.48 કરોડ)ની જે 267%નો વધારો દર્શાવે છે. એબિટા રૂ. 39.60 કરોડથી 205% વધીને રૂ. 120.95 કરોડ થઈ હતી.

ડિસેમ્બર 2017માં સ્થપાયેલી વરેનિયમ ક્લાઉડ લિમિટેડ ડિજિટલ ઓડિયો અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસીઝ માટેની સર્વિસીઝ પૂરી પાડવા પર કેન્દ્રિત ટેક્નોલોજી કંપની છે. કંપની વિવિધ ડોમેન્સમાં તેના વિવિધ ક્લાયન્ટ્સને વૈવિધ્યસભર સર્વિસીઝ ઓફર કરે છે. છેલ્લા એક વર્ષથી કંપની એડ-ટેક, મેડિકલ ટેક, ક્લાઉડ સર્વિસીઝ, બીપીઓ તથા ડેટા સેન્ટર્સમાં સોલ્યુશન્સ પૂરા પાડવા માટે શ્રેષ્ઠતમ કંપનીઓ સાથે વિવિધ ભાગીદારી કરી છે અને વિસ્તરણના માર્ગે રહી છે.

કંપની મહારાષ્ટ્રના સાવંતવાડીમાં બીપીઓ સેન્ટર અને નવી ઓફિસ ઊભી કરી રહી છે. નવું બીપીઓ સેટઅપ કોંકણમાં 200થી વધુ આઈટી નોકરીની તકો ઊભી કરશે. આગળ જતા કંપની સ્થાનિક પ્રતિભાઓ માટે ટકાઉ નોકરીની તકો ઊભી કરવા માટે નોન-મેટ્રો વિસ્તારોમાં તેની કામગીરી વિસ્તારવાની યોજના બનાવી રહી છે.

ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિના માટે કંપનીએ રૂ. 779.19 કરોડ (રૂ. 233 કરોડ) કુલ આવક નોંધાવી છે જે ગત 234%નો વધારો દર્શાવે છે. ચોખ્ખો નફો અને એબિટા પણ વાર્ષિક ધોરણે 183% તથા 194% વધીને રૂ. 158.63 કરોડ અને રૂ. 2202.12 કરોડ રહ્યા હતા. માર્ચ 2023ના રોજ રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 91.22 કરોડ તથા એસેટ્સ રૂ. 183.99 કરોડ રહી હતી. તાજેતરમાં જ વરેનિયમ ક્લાઉડ લિમિટેડે ક્યુએમએસ એમએએસ (મેડિકલ અલાઇડ સર્વિસીઝ) સાથેની ભાગીદારીમાં 21 એપ્રિલ 2023ના રોજ વ્યાના નામની કલાઉડ બેઝ્ડ મેડિકલ વેરેબલ ડિવાઇસ રજૂ કરી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)