Gaja Alternative Asset Management Limitedએ SEBIમાં UDRHP-1 ફાઇલ કર્યું
અમદાવાદ, 8 ડિસેમ્બર: ગજા કેપિટલ બ્રાન્ડ હેઠળ કામ કરતી ગજા અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે.ગોપાલ જૈન, રણજીત જયંત શાહ, ઇમરાન જાફર, ચિત્રા જૈન અને મોના રણજીત શાહ આ કંપનીના પ્રમોટર્સ છે. રૂ. 656.2 કરોડ સુધીના કુલ ઇશ્યૂ સાઇઝની ઓફરમાં રૂ. 549.2 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 107 કરોડ સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 5 છે.
કંપની ઇશ્યૂ દ્વારા મળનારી કુલ આવકનો ઉપયોગ નીચેના હેતુઓને ફંડિંગ માટે કરવાની દરખાસ્ત કરે છેઃ
1. ચોક્કસ હાલના ફંડ્સ, નવા ફંડ્સ અને બ્રિજ લોન રકમની ચુકવણી માટે સ્પોન્સર કમિટમેન્ટ્સમાં રોકાણ કરવા
A) ફંડ 4 અને બ્રિજ લોન રકમના નીચેના કન્સ્ટિટ્યૂઅન્ટ ફંડ્સમાં બાકીના સ્પોન્સર કમિટમેન્ટ્સ માટે રોકાણ કરવું, (i) ગજા કેપિટલ ઈન્ડિયા ફંડ 2020 એલએલપી (ii) ગજા કેપિટલ ઈન્ડિયા ફંડ 2020 અને
(iii) બ્રિજ લોન રકમ
B) પ્રસ્તાવિત ફંડ 5માં સ્પોન્સર કમિટમેન્ટ માટે રોકાણ કરવા અને
C) સેકન્ડરીઝ ફંડમાં સ્પોન્સર કમિટમેન્ટ માટે રોકાણ કરવા.
2. કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ કે અંશતઃ ચુકવણી કે પૂર્વચુકવણી કરવા
3. સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
ગજા અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ વિન્ટેજની દ્રષ્ટિએ એક સુસ્થાપિત અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ કંપની છે, જે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. તે ભારત કેન્દ્રિત ફંડ્સ માટે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે કામ કરે છે, જેમાં કેટેગરી 2 અને કેટેગરી 1 અલટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (“AIFs”)નો સમાવેશ થાય છે અને ભારતમાં કંપનીઓને મૂડી પૂરી પાડતા ઓફશોર ફંડ્સના સલાહકાર તરીકે પણ કામ કરે છે.
30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કેપિટલ કમિટમેન્ટ્સની બાબતે ફંડ્સ 2, 3 અને 4નું ફંડ અનુક્રમે રૂ. 9,024.26 મિલિયન (રૂ. 902.4 કરોડ), રૂ. 15,983.80 મિલિયન (રૂ. 1,598 કરોડ) અને રૂ. 17,750.41 મિલિયન (રૂ. 1,775 કરોડ) હતું. તે મુજબ આ ઐતિહાસિક વલણોના આધારે અને બોર્ડ દ્વારા મળેલી મંજૂરી મુજબ ફંડ 5 કેપિટલ કમિટમેન્ટ્સના સંદર્ભમાં રૂ. 25,000.00 મિલિયન (રૂ. 2,500 કરોડ) હોવાનો પ્રસ્તાવ છે.
13 જૂન, 2025ના રોજના ઠરાવ દ્વારા બોર્ડ દ્વારા મંજૂર કરાયેલા સેકન્ડરીઝ ફંડનું કદ (કેપિટલ કમિટમેન્ટ્સના સંદર્ભમાં) રૂ. 12,500 મિલિયન (રૂ. 1,250 કરોડ) હોવાનો પ્રસ્તાવ છે.
કંપનીએ 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા છ મહિનાના સમયગાળા માટે રૂ. 62 કરોડનો ચોખ્ખો નફો અને આ જ સમયગાળા માટે 56 ટકાનું નફાનું માર્જિન નોંધાવ્યું હતું. ૩૦ સપ્ટેમ્બર, 2025 ના રોજ કંપનીની કુલ નેટવર્થ રૂ. 574.5 કરોડ હતી. કંપનીએ એચડીએફસી લાઇફ, એસબીઆઈ લાઇફ, વોલ્રાડો, વન અપ અને અન્ય પાસેથી પ્રી-આઈપીઓ ફંડ-રેઇઝિંગ રાઉન્ડમાં ઉદ્યોગના સૂત્રોના મુજબ રૂ. 1,625 કરોડના વેલ્યુએશન પર રૂ. 125 કરોડ એકત્ર કર્યા હતા.
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી) આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
