GJEPC દ્વારા 3 વર્ષમાં નિકાસમાં 200 ટકા વૃદ્ધિ સાથે 50 મિલિયન યુએસ ડોલરનું લક્ષ્ય
અમદાવાદ, 28 એપ્રિલ 2026: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ 27 એપ્રિલ 2026ના રોજ ભારત–ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયાનું સ્વાગત કર્યું છે અને તેને સમયસરનું અને વ્યૂહાત્મક પગલું ગણાવ્યું છે, જે ભારતના જેમ્સ અને જ્વેલરી નિકાસકારો માટે ઊંચી સંભાવનાઓ ધરાવતા બજારના દ્વાર ખોલે છે.
હાલમાં ભારતની ન્યૂઝીલેન્ડ માટેની જેમ્સ અને જ્વેલરી નિકાસ આશરે 16.61 મિલિયન યુએસ ડોલર જેટલી છે. આ કરાર હેઠળ ઝીરો ડ્યૂટી એક્સેસ મળતા આગામી ત્રણ વર્ષમાં આ નિકાસ લગભગ 50 મિલિયન યુએસ ડોલર સુધી વધવાની અપેક્ષા છે.

ન્યૂઝીલેન્ડમાં પ્રતિ વ્યક્તિ જ્વેલરી વપરાશના ઊંચા સ્તરને કારણે ભારતીય નિકાસકારો માટે નવી તકો ઊભી થઈ છે. આ કરાર ચીન અને થાઈલેન્ડ જેવા મુખ્ય સ્પર્ધકો સામે સ્પષ્ટ ડ્યૂટી લાભ પણ આપે છે, જે સ્પર્ધાત્મકતા વધારશે અને બજાર હિસ્સો વિસ્તૃત કરવામાં મદદરૂપ બનશે. ઓસ્ટ્રેલિયા અને ફિજી સાથે મળીને ઓશનિયા પ્રદેશમાં ન્યૂઝીલેન્ડ ડાયવર્સિફિકેશન માટે એક આકર્ષક માર્ગ પ્રદાન કરે છે.
આ કરાર ચીન અને થાઈલેન્ડ જેવા સ્પર્ધકો સામે ડ્યૂટીનો સ્પષ્ટ લાભ આપે છે, જેના કારણે ભારતની સ્પર્ધાત્મકતા મજબૂત બનવાની અને સોના, ચાંદી, પ્લેટિનમ, સ્ટડેડ, કન્ટેમ્પરરી, કૌટ્યૂર અને ફેશન જ્વેલરી જેવા વિવિધ વિભાગોમાં બજાર હિસ્સો વધવાની શક્યતા છે.
સુધારેલ માર્કેટ એક્સેસ અને વિવિધ પ્રકારની જ્વેલરીના ઉત્પાદન ક્ષેત્રે ભારતની મજબૂત ક્ષમતા સાથે મળીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવા મુખ્ય ઉત્પાદન કેન્દ્રોમાં રોજગારની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.
આ એફટીએ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય ડાયસ્પોરાનો લાભ લેવા, સ્થાનિક ભાગીદારી દ્વારા રિટેલ હાજરી વધારવા અને ઓશનિયા વિસ્તારમાંલાંબા ગાળાના વેપાર તથા રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પણ તકો ઊભી કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
