ટાટા એસેટ મેનેજમેન્ટે ટાઇટેનિયમ ઇક્વિટી લોંગ-શોર્ટ ફંડ (ઇક્વિટી લોંગ-શોર્ટ સ્ટ્રેટેજી) લોન્ચ કર્યું
મુંબઈ, 29 એપ્રિલ: ટાટા એસેટ મેનેજમેન્ટે તેના ફ્લેગશિપ ટાઇટેનિયમ સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) હેઠળ નવી ઇક્વિટી લોંગ-શોર્ટ સ્ટ્રેટેજી તરીકે ટાઇટેનિયમ ઇક્વિટી લોંગ-શોર્ટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ઇક્વિટી લોંગ-શોર્ટ કેટેગરીમાં સ્થાન ધરાવતું આ ફંડ ઇક્વિટીઝ અને ઇક્વિટી ડેરિવેટિવ્સમાં લોંગ અને શોર્ટ બંને પ્રકારની પોઝિશનોને એક્ટિવલી મેનેજ્ડ કરીને મધ્યમથી લાંબા ગાળામાં મૂડી વૃદ્ધિ હાંસલ કરવાનો હેતુ ધરાવે છે. આ ફંડમાં બજારની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નેટ ઇક્વિટી એક્સપોઝરને ડાયનેમિકલી -25 ટકાથી 100 ટકા સુધી એડજસ્ટ કરવાની ક્ષમતા રહેશે.
ન્યૂ ફંડ ઓફર (NFO) 27 એપ્રિલ, 2026થી શરૂ થશે અને 11 મે, 2026એ બંધ થશે. આ સ્કીમ ખાસ કરીને ખૂબ જ ઊંચું જોખમ સ્વીકારવાની ક્ષમતા ધરાવતા રોકાણકારો માટે બનાવવામાં આવી છે, જેમાં એએમસી સ્તરે પાનના આધારે એસઆઈએફમાં કુલ ઓછામાં ઓછું રૂ. 10 લાખનું રોકાણ જરૂરી છે.
ટાઇટેનિયમ ઇક્વિટી લોંગ-શોર્ટ ફંડ ઇક્વિટીને કેન્દ્રસ્થાને રાખે છે અને લિસ્ટેડ ઇક્વિટીમાં ઓછામાં ઓછું 80 ટકા ગ્રોસ એલોકેશન જાળવે છે. ફંડ ડેરિવેટિવ્સ દ્વારા તેની ઇક્વિટી એક્સપોઝરને હેજ કરી શકે છે અને પોર્ટફોલિયોના મૂલ્યના 25 ટકા સુધી વધારાની અનહેજ્ડ શોર્ટ પોઝિશન્સ લઈ શકે છે. એસઆઈએફના નિયમો મુજબ કુલ ગ્રોસ એક્સપોઝર નેટ એસેટ્સના 100 ટકા સુધી મર્યાદિત રહેશે.


ફંડના લોન્ચ પ્રસંગે ટાટા એસેટ મેનેજમેન્ટના ચીફ બિઝનેસ ઓફિસર આનંદ વરદરાજને જણાવ્યું કે, “એસઆઈએફ ફ્રેમવર્ક પરંપરાગત મ્યુચ્યુઅલ ફંડ્સ અને એઆઈએફ અથવા પીએમએસ સ્ટ્રક્ચર્સ વચ્ચે એક વ્યૂહાત્મક મધ્યમ માર્ગ ઉભો કરે છે, જેના કારણે ટેક્સ અસરકારક રીતે વધુ પરિપૂર્ણ અને આધુનિક સ્ટ્રેટેજી રજૂ કરવાની તક મળે છે. ટાઇટેનિયમ ઇક્વિટી લોંગ-શોર્ટ ફંડ દ્વારા અમે ટાઇટેનિયમ એસઆઈએફ પ્લેટફોર્મને એગ્રેસિવ હાઇબ્રિડ ડિઝાઇનમાંથી આગળ વધારીને એક સાચા ફ્લેક્સિબલ ઇક્વિટી લોંગ-શોર્ટ સોલ્યુશનમાં વિસ્તારી રહ્યા છીએ, જે બજારની પરિસ્થિતિથી આગળ વધીને સંભવિત વળતર આપવાનો પ્રયત્ન કરે છે. આ પ્રોડક્ટ બજારની સ્થિતિ અનુસાર એગ્રેસિવ લોંગ અથવા શોર્ટ પોઝિશનમાં ફેરફાર કરી શકે છે અને જરૂર પડે ત્યારે આર્બિટ્રેજ જેવી પોઝિશન પણ લઈ શકે છે. આથી રોકાણકારોને વિવિધ બજાર ચક્રોમાં સંપૂર્ણ ફ્લેક્સિબિલિટી મળે છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
