Global Equities: ગિફ્ટ નિફ્ટીમાં 80 પોઇન્ટની નેગેટિવિટી, માર્કેટ ફરી કોન્સોલિડેશન ઝોનમાં…?!

અમદાવાદ, 9 એપ્રિલઃ સળંગ પાંચ દિવસના સુધારાની ચાલ પછી યુએસ- ઇરાન વચ્ચેના સિઝફાયરનું સૂરસૂરિયું પણ થઇ શકે તેવી દહેશત વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલો પ્રારંભિક સુધારો સાવચેતીના સૂરમાં  કન્વર્ટ થઇ રહ્યો છે. તેના પગલે ગિફ્ટ નિફ્ટી પણ 150 પોઇન્ટની નેગેટિવ ચાલ સાથે એક તબક્કે 24000ની સાયકોલોજિકલ સપાટીથી પાછો પડ્યા બાદ આ લખાય છે ત્યારે એટલેકે 7.35 કલાકે 90 પોઇન્ટના ઘટાડા સાથે 24009 પોઇન્ટની સપાટી આસપાસ રમતો જોવા મળ્યો હતો.

યુદ્ધવિરામ કરાર સંબંધિત પ્રતિકૂળ ઘટનાઓ બજારના સહભાગીઓને ભવિષ્ય અંગે સાવધ બનાવે છે, તેથી એશિયન ઇક્વિટી સૂચકાંકો રેડ ઝોનમાં ખુલ્યા હતા. ઇરાન યુદ્ધમાં બે અઠવાડિયાનો યુદ્ધવિરામ જળવાઈ રહેશે કે કેમ તે જોવા માટે બજારો રાહ જોઈ રહ્યા હતા ત્યારે યુએસ ઇક્વિટી બેન્ચમાર્ક ફ્યુચર્સ નજીવા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. પાછલા સત્ર દરમિયાન, વોશિંગ્ટન અને તેહરાને બે અઠવાડિયા માટે દુશ્મનાવટ બંધ કરવાનો સંકેત આપ્યા પછી ડાઉએ એક વર્ષમાં તેનો શ્રેષ્ઠ દિવસ દર્શાવ્યો હતો. પરંતુ યુદ્ધવિરામમાં લેબનોનનો સમાવેશ વિવાદનો મુદ્દો રહ્યો હતો જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં 3 ટકાનો ઉછાળો આવ્યો હતો.

Dow Future (US):47860, -50.0 points/ -0.11%
Nasdaq Future (US):24827, -76.0 points/ -0.31%
US Small Cap 2000 Future (US):2614.0, -6.0 points/ -0.24%
FTSE Future (UK):10647.0, +37.0 points/ +0.34%
DAX Future (Germany):24067.0, -134.0 points/ -0.55%
CAC Future (France): 8243, -28.0 points/ -0.33%
Hang Seng Future (Hong Kong):25752, -196.0 points/ -0.76%
Taiex Future (Taiwan):34893, -123.0 points/ -0.35%
KOSPI (South Korea):5787, -85.0 points/ -1.45%
Nikkei Index (Japan): 55959, -349.0 points/ -0.63%
Gift Nifty: (India) 24009, -90.0 points/ -0.6% (Adjusted)

U.S. Market Previous Closing

Dow (US):47909, +1325.0 points/ +2.85%
Nasdaq (US):22635, +617.0 points/ +2.80%

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)