અમદાવાદ, 11 માર્ચઃ ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 54 સોલાર પાર્કને મંજૂરી આપી છે. આમાંથી, 7 સોલાર પાર્ક ગુજરાતમાં છે. આ યોજના હેઠળ 12,150 મેગાવોટ (MW) મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા સાથે ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી શ્રીપાલ યેસો નાઈકે 10 માર્ચ, 2026 ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો લેખિત જવાબ આપતા આ માહિતી ઉપબલ્ધ બનાવી હતી.

ગુજરાત પછી, રાજસ્થાન 10,726 મેગાવોટની મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતા કુલ 11 સોલાર પાર્ક સાથે બીજા ક્રમે છે. દેશમાં 54 સોલાર પાર્કની કુલ મંજૂર વીજ ઉત્પાદન ક્ષમતા 39,188 મેગાવોટ છે.

ગુજરાતમાં સોલાર પાર્ક:

ક્રમ નં.પાર્કનું નામમંજૂર ક્ષમતા (મેગાવોટ)
1રાધાનેસડા (Radhnesada) સોલાર પાર્ક, બનાસકાંઠા જિલ્લો700
2ધોલેરા સોલાર પાર્ક, અમદાવાદ જિલ્લો1,000
3NTPC RE પાર્ક, કચ્છ જિલ્લો4,750
4GSECL RE પાર્ક, કચ્છ જિલ્લો3,325
5GIPCL RE પાર્ક ફેઝ-I, કચ્છ જિલ્લો600
6GIPCL RE પાર્ક ફેઝ-II, કચ્છ જિલ્લો1,200
7GIPCL RE પાર્ક ફેઝ-III, કચ્છ જિલ્લો575
 કુલ12,150