- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
JIO પ્લેટફોર્મ્સની Q1 આવક 12.0% વધી ₹45961 કરોડ
અમદાવાદ, 17 જુલાઇઃ Jio પ્લેટફોર્મ્સ લિમિટેડ (JPL)ની નાણાકીય વર્ષ 27ના પ્રથમ ક્વાર્ટરમાં એકીકૃત આવક ₹45,961 કરોડ થઈ, જે વાર્ષિક ધોરણે 12.0% વૃદ્ધિ દર્શાવે છે. આ આવકમાં વધારો મોબિલિટી અને હોમ સર્વિસીસમાં સતત સબ્સ્ક્રાઇબર ઉમેરા, વધતી ડિજિટલ સેવાઓ અને મજબૂત ઓપરેટિંગ માર્જિનને કારણે થયો હતો. કંપનીનો ત્રિમાસિક EBITDA ₹20,865 કરોડ થયો છે જે વાર્ષિક ધોરણે 15.1% વધારો દર્શઆવે છે. EBITDA માર્જિન 53.3%, વાર્ષિક ધોરણે 150 bps વધારો દર્શાવે છે, ડિજિટલ સર્વિસીસમાં 20% વૃદ્ધિ, કન્ટેન્ટ, ક્લાઉડ કોમ્પ્યુટ, IoT અને મેનેજ્ડ સર્વિસીસ દ્વારા સંચાલિત; વાર્ષિક ધોરણે 11% ડબલ ડિજિટ કનેક્ટિવિટી વૃદ્ધિ, છેલ્લા 12 મહિનામાં અનુક્રમે 73 મિલિયન અને 8.6 મિલિયનથી વધુ ચોખ્ખા ઉમેરા સાથે ઉદ્યોગ અગ્રણી 5G અને ફિક્સ્ડ બ્રોડબેન્ડ ઉમેરા. 285 મિલિયન 5G સબ્સ્ક્રાઇબર્સ સહિત કુલ 533 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર બેઝની વૃદ્ધિ હાંસલ કરી છે. ડેટા ટ્રાફિકમાં વાર્ષિક ધોરણે 26.9% વૃદ્ધિ સાથે ગ્રાહક જોડાણમાં વધારો 69 એક્ઝાબાઇટ્સ સુધી અને WIPOના PCT રેન્કિંગ મુજબ JPL વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા ઇનોવેટર્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.

જિયોએ એક ડીપ ટેક કંપની તરીકે સ્થાપિત કરીઃ આકાશ અંબાણી
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોએ પોતાની જાતને એક ડીપ ટેક કંપની તરીકે સ્થાપિત કરી છે અને બહુવિધ અદ્યતન ટેકનોલોજીઓમાં નવીનતાનો વેગ દર્શાવ્યો છે. આ અમારા મજબૂત પેટન્ટ પોર્ટફોલિયો દ્વારા રેખાંકિત થાય છે જેને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. અમે આ ટેકનોલોજીનો ઉપયોગ ભારતના દરેક નાગરિકને સતત વિસ્તરતી સેવાઓ પ્રદાન કરવા અને આવનારા ઘણા વર્ષો સુધી ઉદ્યોગ અગ્રણી વૃદ્ધિને આગળ વધારવા માટે કરવાનો ઇરાદો ધરાવીએ છીએ. ભારતમાં જાહેરમાં લિસ્ટેડ કંપની બનવાની અમારી આગામી સફર શરૂ કરતી વખતે, અમે અમારું ડીપ ટેક ફોકસ જાળવી રાખીશું અને ભારતમાં અને વૈશ્વિક સ્તરે ડિજિટલ કનેક્ટિવિટી અને ડિજિટલ સેવાઓની ઍક્સેસને લોકશાહી બનાવીશું.”
| Sr. No. | Particulars | 1Q FY27 | 4Q FY26 | 1Q FY26 | % chg. Y-o-Y | FY26 |
| 1 | Gross Revenue | 45,961 | 44,928 | 41,054 | 12.0 | 172,317 |
| 2 | Revenue from Operations | 39,173 | 38,259 | 35,032 | 11.8 | 146,885 |
| 3 | EBITDA | 20,865 | 20,060 | 18,135 | 15.1 | 76,255 |
| 4 | EBITDA Margin (%)* | 53.3 | 52.4 | 51.8 | 150 bps | 51.9 |
| 5 | Depreciation | 7,458 | 7,156 | 6,479 | 15.1 | 27,249 |
| 6 | Finance Costs | 2,980 | 2,263 | 2,105 | 41.6 | 8,653 |
| 7 | Tax Expenses | 2,663 | 2,706 | 2,441 | 9.1 | 10,300 |
| 8 | Profit After Tax | 7,764 | 7,935 | 7,110 | 9.2 | 30,053 |
| 9 | Share of Profit/(Loss) of Associates & JVs | 0 | (0) | (0) | – | (4) |
| 10 | Profit After Tax | 7,764 | 7,935 | 7,110 | 9.2 | 30,049 |
* EBITDA Margin is calculated on Revenue from Operations, (₹ in crore)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
