અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ સોમવારે ખુલતાં બજારમાં પોઝિટિવ શરૂઆત બાદ પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું હતું. તેના કારણે નિફ્ટીએ 21800નમી સપાટી ગુમાવી હતી. જોકે, 21700નો પાયો મજબૂત બની રહ્યો છે. તે જોતાં માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ જ છે. ઇન્ટરનેશનલ જિયો પોલિટિકલ ક્રાઇસિસ હળવી થવા સાથે સ્થાનિક પોલિટિકલ વાતાવરણ જામી રહ્યું છે. તે ઉપરાંત મોટાભાગની કંપનીઓના પરીણામો પણ ધારણાથી સારા રહ્યા હોવાથી તેની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર પોઝિટિવ અસર રહી છે. નિફ્ટી માટે હવે નેક્સ્ટ ટાર્ગેટ 22000 પોઇન્ટ ક્રોસ થવનો દેખાઇ રહ્યો છે. ઉપરમાં નિફ્ટી માટે 22000- 22200 પોઇન્ટ હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટી માટે 21678 મહત્વની ટેકાની સપાટી, 21915 મહત્વની રેઝિસ્ટન્સ રહેવાની શક્યતા જણાય છે. નીચામાં એકવાર 21500- 21450 પોઇન્ટ સુધી ઘટે તે તેને ખરીદીની તક હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, આઇએફસીઆઇ, એનઆઇએસીએલ, ગ્રેન્યુઅલ્સ, જેએસડબલ્યૂ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45611- 45396, રેઝિસ્ટન્સ 46044- 46263

સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, ઓટો એન્સિલરી

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)