અમદાવાદ, 30 નવેમ્બરઃ નિફ્ટીએ 20000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે હવે તેની ઓલટાઇમ હાઇ નજીક સરકી રહ્યો છે. ઉપરમાં 20400 પોઇન્ટ સુધી સુધારાના ચાન્સિસ હોવાનું તમામ ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે તેમ રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ ચાર્ટ ઉપરથી જણાઇ રહ્યું છે. આગામી બે દિવસમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સતત વધવાની ધારણા છે. નીચામાં 19700 પોઇન્ટનો મજબૂત સપોર્ટ ધ્યાનમાં રાખવો. ઉપરમાં 20149, 20201 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

ઇન્ટ્રા-ડે સ્ટ્રેટેજીઃ સ્ટેટ બેન્ક અને ચોલા ફાઇનાન્સ ખરીદો, આયશર મોટર્સ વેચો

બેન્ક નિફ્ટીએ 44500 પોઇન્ટના રેઝિસ્ટન્સ માર્કને ક્રોસ કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. નીચામાં 44100 મહત્વનું એન્ટ્રી લેવલ ગણાય. ઉપરમાં 45000 ક્રોસ થવાની ધારણા સેવાય છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)