અમદાવાદ, 30 નવેમ્બર: પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારો માટે સૌથી લોકપ્રિય બનેલા ટાટા ટેક્નોલોજીસ સહિત કુલ 3 આઈપીઓ આજે લિસ્ટેડ થઇ રહ્યા છે. IREDA IPIOના બમ્પર લિસ્ટિંગ બાદ રોકાણકારોમાં સૌથી મોટી આશ્ચર્યજનક નિરાશા એ જોવા મળી છે કે, ફેડબેન્ક ફાઇનાન્સ કે જેનો આઇપીઓ બે ગણો પણ નથી ભરાયો તેમાં પણ મોટાભાગના રોકાણકારોને નિરાશા સાંપડી છે.

ટાટા ટેકનોલોજીસઃ 85 ટકા પ્રિમિયમે લિસ્ટિંગનો આશાવાદ

નિષ્ણાતો અને બજાર પંડિતો એવી સલાહ આપી રહ્યા છે કે જે રોકાણકારોને શેર્સ લાગ્યા ના હોય તેમણે પણ 20 વર્ષ બાદ ટાટા ગ્રુપનો આઈપીઓ લિસ્ટેડ થશે. તે સમયે અથવા થોડી રાહ જોયા પછી લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદવાની તક લેવા જેવી હશે. જેની રોકાણકારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ટાટા ટેક્નોલોજીસના શેર એલોટ થયેલા રોકાણકારોને નિષ્ણાતોએ લોંગ ટર્મ વ્યૂહ સાથે રોકાણ જાળવી રાખવા, જ્યારે શોર્ટ ટર્મ ટ્રેડર્સને ઉંચા ભાવે પ્રોફિટ બુક કરવા સલાહ આપી છે. ટાટા ટેક્નોલોજીના રૂ. 3,042 કરોડના આઇપીઓને રૂ. 1.5 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. IPO માટે કુલ 73.6 લાખ અરજીઓ મળી હતી.

ગ્રે માર્કેટમાં 85 ટકાથી વધુ પ્રીમિયમ સામે રોકાણકારોને મૂડી ડબલ થવાનો આશાવાદ છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 500 છે.

Gandhar Oil Refinery 50 ટકાથી વધુ પ્રિમિયમે લિસ્ટિંગની ધારણા

રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મેળવનાર ગાંધાર ઓઈલ રિફાઈનરી આજે લિસ્ટેડ થશે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 169 સામે 50 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થવાની શક્યતા ગ્રે માર્કેટ પરથી જણાઈ રહી છે. જો કે, મજબૂત ફંડામેન્ટલ્સ અને ફેન્સીના કારણે આકર્ષક રિટર્ન મળી શકે છે.

Fedbank IPO નીચો પ્રતિસાદ પણ ઊંચા લિસ્ટિંગની આશા

ગત સપ્તાહે આઈપીઓની વણઝાર વચ્ચે ગ્રે માર્કેટમાં એકમાત્ર આઈપીઓ કે જેના કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા ન હતાં, એવા ફેડબેન્કનો આઈપીઓ પણ આજે લિસ્ટેડ થશે. જેમાં પણ પ્રીમિયમે લિસ્ટિંગની શક્યતા છે. માર્કેટના પોઝિટીવ વલણ અને ફેડબેન્કના આઈપીઓને મળેલ રોકાણકારોનો પ્રતિસાદ અને તેની બિઝનેસ યોજનાઓને અનુરૂપ શેરમાં ટ્રેડિંગ થશે. ફેડબેન્ક ફાઈનાન્સિયલ્સનો આઈપીઓ કુલ 2.24 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શ 1.88 ગણો, એનઆઈઆઈ 1.49 ગણો અને ક્યુઆઈબી પોર્શન 3.48 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો.

Flair Writingનો ઈશ્યૂ શુક્રવારે 25 ટકા પ્રિમિયમે લિસ્ટિંગની ધારણા

ફ્લેર રાઈટિંગના શેર એલોટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જેના શેર શુક્રવારે 1લી ડિસેમ્બરે લિસ્ટેડ થશે. ફ્લેર રાઈટિંગના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 304 છે. જેની તુલનાએ ગ્રે માર્કેટમાં 26 ટકા અર્થાત રૂ. 80 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ઈશ્યૂ 49.28 ગણો ભરાયો હતો.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)