MARKET MORNING:એજીસ કેમિકલ્સ, લોરસ લેબ્સ, ટાટા કેમિકલ્સ ખરીદો, નેગેટિવ ટ્રેન્ડ ફાઇનકેમ અને બાલાજી એમાઇન્સમાં જોવા મળી શકે
નિફ્ટી બુધવારે 19850 ઉપર બંધ આપે તો વેપાર તેજીનો જ કરવા ભલામણ
અમદાવાદ, 19 જુલાઇ: BSE SENSEX મંગળવારે ગેપઅપ ઓપનિંગ પછી ઘટ્યો હોવા છતાં 205 પોઇન્ટના સુધારા સાથે 66795 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે ઇન્ટ્રા-ડે 67000 પોઇન્ટની જાદૂઇ સપાટી સૂચવે છે કે આ વખતની તેજીમાં સેન્સેક્સ 70000 પોઇન્ટ પ્લસ થઇ શકે છે. વચ્ચેના કરેક્શન્સ ધ્યાનમાં રહે. ટેકનિકલી નિફ્ટીએ સતત 3જા દિવસે ઓલટાઇમ હાઇ સપાટી ઉપર બંધ આપીને ડેઇલી ચાર્ટ ઉપર ફ્લેગ પેટર્ન નોંધાવી છે. 19850 રેઝિસ્ટન્સ અને 19700 સપોર્ટ લેવલ્સને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
(Report by STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)