મુંબઈ, 23 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.63,114.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.15,455.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.47640 કરોડનો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવાર, 22 મેના રોજ મોડી રાત્રે પૂરા થતાં સત્ર સુધીમાં નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.54,109 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.

ગુરૂવારના સત્રમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,681ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,681 અને નીચામાં રૂ.72,111 ના મથાળે અથડાઈ, રૂ.635ના ભાવઘટાડા સાથે રૂ.72,411ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.597 ઘટી રૂ.58,940 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.62 ઘટી રૂ.7,126ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.614 ઘટી રૂ.72,413ના સ્તરે પહોંચ્યો હતો.

નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદામાં સુધારો

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.92,840ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.92,840 અને નીચામાં રૂ.90,340 ના મથાળે અથડાઈ, રૂ.1,632ના કડાકા સાથે રૂ.91,381 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,610 ઘટી રૂ.91,345 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,630 ઘટી રૂ.91,316 બોલાઈ રહ્યો હતો.

મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.15,456 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 47,640 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ મે વાયદો રૂ.894.85ના ભાવે ખૂલી, રૂ.4.80 ઘટી રૂ.891.35 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.239.75 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.1.80 ઘટી રૂ.192ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.272ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.1.60 ઘટી રૂ.240.35 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.192.25 જસત-મિની મે વાયદો રૂ.0.20 વધી રૂ.271.80 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલમાં રૂ.25ની વૃદ્ધિ, બુલડેક્સ વાયદામાં રૂ.18.32 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,455ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,527 અને નીચામાં રૂ.6,419 ના મથાળે અથડાઈ, રૂ.25 વધી રૂ.6,517 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.24 વધી રૂ.6,516 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.233ના ભાવે ખૂલી, રૂ.1.20 વધી રૂ.235.40 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1.3 વધી 235.4 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,360 અને નીચામાં રૂ.55,900 ના મથાળે અથડાઈ, રૂ.340 વધી રૂ.56,320ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.60 ઘટી રૂ.927.50 બોલાયો હતો.

નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.54,109 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,522.17 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.6,178.86 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.409.22 કરોડનાં 13,581 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,135.67 કરોડનાં 52,212 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.330.66 કરોડનાં 4,818 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.92.65 કરોડનાં 1,610 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.2,119.05 કરોડનાં 9,515 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.654.64 કરોડનાં 8,314 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.27.92 કરોડનાં 102 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.69 કરોડનાં 110 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)