મુંબઈ, 7 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.32,073.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,248.90 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.25,816.12 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,414ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,595 અને નીચામાં રૂ.62,322ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.119 વધી રૂ.62,559ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,824 ખૂલી, ઉપરમાં રૂ.62,992 અને નીચામાં રૂ.62,700 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.108 વધી રૂ.62,912ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.87 વધી રૂ.50,442 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.6,130ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.120 વધી રૂ.62,389ના સ્તરે પહોંચ્યો હતો.

કોટન-ખાંડી વાયદામાં રૂ.360નો ઘટાડોઃ મેન્થા તેલ ઢીલુ

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,750ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,961 અને નીચામાં રૂ.74,416ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.81 ઘટી રૂ.74,750ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.123 ઘટી રૂ.75,846 બોલાઈ રહ્યો  હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.131 ઘટી રૂ.74,745 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.136 ઘટી રૂ.74,735 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.710.55ના ભાવે ખૂલી, રૂ.3.10 વધી રૂ.711.45, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.196 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.182.30ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.218.75ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.55 ઘટી રૂ.196.55, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.182.50, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.0.10 ઘટી રૂ.218.80 થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,248 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.25,816 કરોડનું ટર્નઓવર

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,847ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,890 અને નીચામાં રૂ.5,820ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.21 વધી રૂ.5,841 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.21 વધી રૂ.5,848 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.214.70ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.5.20 ઘટી રૂ.209.80 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.5.20 ઘટી 210.20 થયો હતો.

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.21ની વૃદ્ધિ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,500 અને નીચામાં રૂ.56,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.360 ઘટી રૂ.56,500ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2 ઘટી રૂ.940 બોલાયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.7 કરોડનાં કામકાજ

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.1,199.55 કરોડનાં 1,919 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.3.41 કરોડનાં 676 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.3.44 કરોડનાં 5,606 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.256.93 કરોડનાં 4,121 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.1,441.69 કરોડનાં 6,432 લોટ્સ અને ચાંદી-મિનીમાં રૂ.671.81 કરોડનાં 17,947 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.503.78 કરોડનાં 8,604 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.66.88 કરોડનાં 11,397 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.926.97 કરોડનાં 35,118 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.94.24 કરોડનાં 17,873 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.0.27 કરોડનાં 1 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.5.85 કરોડનાં 172 લોટ્સનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)