અમદાવાદ, 1 જૂનઃ આ વખતે ચોમાસું કેરળમાં નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલા 30 મેના રોજ પહોંચ્યું હતું. હવે હવામાન વિભાગે ચોમાસું ક્યા રાજ્યોમાં પ્રવેશ કરશે તે અંગેની માહિતી જાહેર કરી છે. તે અનુસાર, ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે, જે અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ત્રિપુરા, મેઘાલય, આસામ અને સિક્કિમના ભાગો તરફ આગળ વધી રહ્યું છે. તેમજ પશ્ચિમ બંગાળમાં ચોમાસુ પહોંચી જશે તેવી સંભાવના છે. જોકે, હવામાન ખાતાની છેલ્લી માહિતી અનુસાર છેલ્લા 12 કલાકથી ચોમાસાની ગતિ થોડી ધીમી પડી હોવાથી આ રાજ્યોએ વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

લક્ષદ્વીપ, કર્ણાટક, તમિલનાડુમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે. આ રાજ્યોમાં આગામી 1-2 દિવસમાં કમોસમી વરસાદની સંભાવના છે. આગામી એક કે બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાનમાં ઘટાડો થશે, જ્યારે ઉત્તર-પૂર્વ ભારતમાં 4-5 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.

અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આસામ અને મેઘાલયમાં આજથી ચોથી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. બીજી જૂને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચોમાસાનું આગમન થશે તેવી શક્યતા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)