અમદાવાદ, 8 મેઃ InCred હોલ્ડિંગ્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ-1 (UDRHP – I) ફાઇલ કર્યું છે. InCred હોલ્ડિંગ્સ લિમિટેડ તેની લગભગ સમગ્ર આવક મેળવે છે અને તેની વ્યવસાયિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે તેની મહત્વપૂર્ણ સહાયક કંપની InCred ફાઇનાન્સ મારફતે ચલાવે છે, જે ભારતીય રિઝર્વ બેંકમાં નોંધાયેલી રિટેલ-કેન્દ્રિત, ડાયવર્સિફાઇડ, મધ્ય-સ્તરની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે.

2017માં ભુપિન્દર સિંહ દ્વારા પ્રમોટે InCred ફાઇનાન્સ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોન પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. કંપનીનો વ્યવસાય જોખમને પ્રથમ પ્રાથમિકતા આપતા અભિગમ, ટેકનોલોજી આધારિત પ્લેટફોર્મ, મજબૂત મલ્ટી-ચેનલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને અનુભવી મેનેજમેન્ટ ટીમ દ્વારા સમર્થિત છે. કંપની પાંચ મુખ્ય ક્ષેત્રોમાં વૈવિધ્યસભર લેન્ડિંગ પોર્ટફોલિયો પ્રદાન કરે છે, જેમાં પર્સનલ લોનનું એયુએમમાં 55.56 ટકા યોગદાન (રૂ. 8,027.12 કરોડ) છે, ત્યારબાદ સ્ટુડન્ડ લોનનું 22.15 ટકા (રૂ. 3,200.51 કરોડ), સિક્યોર્ડ બિઝનેસ લોન જેમાં લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અને સ્કૂલ ફાઇનાન્સિંગનો સમાવેશ થાય છે તેનું 8.74 ટકા (રૂ. 1,262.64 કરોડ), સ્પેશિયલાઇઝ્ડ એમએસએમઈ લોન જેમાં એમ્બેડેડ અને એસેટ-બેક્ડ ફાઇનાન્સિંગનો સમાવેશ થાય છે તેનું 7.83 ટકા (રૂ. 1,131.14 કરોડ), અને નાણાંકીય સંસ્થાઓને આપવામાં આવતી લોનનું 5.55 ટકા (રૂ. 801.40 કરોડ) યોગદાન છે. આ આંકડા 31 ડિસેમ્બર, 2025ની સ્થિતિ મુજબના છે.

31 માર્ચ, 2025ની સ્થિતિએ કંપનીની એયુએમ રૂ. 12,585.07 કરોડ હતી, જ્યારે ચોખ્ખો નફો રૂ. 373.15 કરોડ અને આરઓએ 3.45 ટકા હતું. નાણાંકીય વર્ષ 2023 થી નાણાંકીય વર્ષ 2025 દરમિયાન એયુએમ અને ચોખ્ખો નફો અનુક્રમે 44.04 ટકા અને 84.97 ટકા સીએજીઆરથી વધ્યો હતો. 31 ડિસેમ્બર, 2025ની સ્થિતિએ એયુએમ રૂ. 14,447.86 કરોડ હતી, જ્યારે નવ મહિનાના સમયગાળા માટે ચોખ્ખો નફો રૂ. 290.14 કરોડ રહ્યો હતો. 31 ડિસેમ્બર, 2025એ સમાપ્ત થયેલા નવ મહિનાના ગાળામાં વિતરણ રૂ. 6,683.28 કરોડ રહ્યું હતું. ઓપરેશનલ મેટ્રિક્સ સ્થિર રહ્યા હતા, જેમાં પોર્ટફોલિયો યિલ્ડ 18.39 ટકા અને કુલ ઋણનો સરેરાશ ખર્ચ 10.05 ટકા રહ્યો હતો, જે 31 ડિસેમ્બર, 2025એ સમાપ્ત થયેલા નવ મહિનાના સમયગાળામાં સ્ટેબલ સ્પ્રેડ્સ દર્શાવે છે.

કંપનીનો Capital Adequacy Ratio (CRAR) 24.97 ટકા રહ્યો હતો, જે નિયમનકારી આવશ્યકતા 15 ટકા કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. 31 ડિસેમ્બર, 2025એ સમાપ્ત થયેલા નવ મહિનાના ગાળામાં કંપનીને ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ અને ઇકરા લિમિટેડ દ્વારા AA-/Stable રેટિંગ આપવામાં આવ્યું છે.

આ ઓફરમાં રૂ. 1,250 કરોડ સુધીના ઇક્વિટી શેરોના ફ્રેશ ઇશ્યૂ અને 9,90,20,833 સુધીના ઇક્વિટી શેરોના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં કેકેઆર ઈન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ પીટીઈ લિમિટેડ, એમએનઆઈ વેન્ચર્સ, એમઈએમજી ફેમિલી ઓફિસ એલએલપી, V’Ocean Investments Ltd. સહિતના અનેક શેરહોલ્ડર્સ ભાગ લેશે.

કંપની પ્રાપ્ત થનારી કુલ આવકનો મુખ્યત્વે તેની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની InCred ફાઇનાન્સમાં રોકાણ કરવા માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે, જેથી તેના મૂડી આધારને મજબૂત બનાવી શકાય. આ ફંડ્સનો ઉપયોગ ટિયર-1 મૂડી મજબૂત કરવા, ઓનવર્ડ લેન્ડિંગને સમર્થન આપવા અને સહાયક કંપનીના CRARમાં સુધારો કરવા માટે કરવામાં આવશે.

આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ, InCred કેપિટલ વેલ્થ પોર્ટફોલિયો મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ અને યુબીએસ સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂ માટે બેંકર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)