DETAILSNIFTY 18012BANK NIFTY 41308IN FOCUS
S-11793441158ULTRACEM
S-21785541008VOLTAS
R-11805741406BAJAJFINSV
R-21810141504PIDILITIND

સપ્તાહની શરૂઆતમાં ગેપઅપ ઓપનિંગ અને પાછળથી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કર્યા પછી નિફ્ટી 225 પોઇન્ટના ગેઇન સાથે 18002 પોઇન્ટ બંધ રહ્યો છે. માર્કેટ સેન્ટિમેન્ટ અને માર્કેટબ્રેડ્થ બન્ને પોઝિટિવ રહેવા સાથે માર્કેટમાં સુધારાની આગેકૂચનો માર્ગ મોકળો બન્યો છે. ટેકનિકલી જોઇએ તો મંગળવારે માર્કેટની ચાલ પોઝિટિવ રહેવાનો સંકેત મોટાભાગના ઇન્ડિકેટર્સ આપી રહ્યા છે. જેના કારણે નિફ્ટી 18095- 18210નું લેવલ દર્શાવે તેવી શક્યતા છે. નીચામાં 17800નું મહત્વનું સપોર્ટ લેવલ જણાય છે. તેને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 41158- 4108, RESISTANCE 41406- 41504

સોમવારે 317 પોઇન્ટના સુધારા સાથે 41308 પોઇન્ટ બંધ રહેલા બેન્ક નિફ્ટીમાં ટેકનિકલી જોઇએ તો શરૂઆત સાઉન્ડ અને છેલ્લે સાઇડવે જોવા મળી છે. પરંતુ સેક્ટોરલ બ્રેડ્થ પોઝિટિવ રહી છે. ટેકનિકલી સિલેક્ટેડ મિડકેપ બેન્ક્સમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે. વીકલી ટાઇમફ્રેમ ચાર્ટ અને ડેઇલી ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, બેન્ક નિફ્ટી માટે 41500નું રોક બોટમ બની શકે. ઉપરમાં 41800- 41850નો ઝોન એક રેઝિસ્ટન્સ દર્શાવી શકે. ત્યારબાદ ઉપરમાં 42000 ક્રોસ થયા બાદ માર્કેટમાં સળંગ તેજીના ચાન્સ વધી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)