અમદાવાદઃ બુધવારે નિફ્ટીની વોલેટિલિટીની રેન્જ નેરો રહેવા છતાં 18600નું સાયકોલોજિકલ કમ ટેકનિકલ ટેકાનું લેવલ જાળવી રાખ્યું છે. એટલું જ નહિં, છેલ્લે 111 પોઇન્ટના સુધારા સાથે 18608 પોઇન્ટના સુધારા સાથે 18608 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ઓવરઓવલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18600- 18650ની નિયર ટર્મ સપ્લાય ઝોનની આસપાસ લેવલ નોંધાવ્યું છે. સાથે સાથે અગાઉ જણાવ્યા અનુસાર મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી લીધી છે. તેથી 18400- 18350ના મહત્વના સપોર્ટ લેવલ્સને સાચવીને નિફ્ટી હવે 18630- 18600ના રેઝિસ્ટન્સ ઉપર બંધ આપે તે જરૂરી રહેશે. ઉપરમાં 18693- 18726 પોઇન્ટની સપાટી ક્રોસ કરે તે જરૂરી રહેશે.

NIFTY18660BANK NIFTY44049IN FOCUS
S-118630S-143974INDUSTOW (B)
S-218600S-243899ULTRACEM (S)
R-118693R-144138INDIGO (B)
R-218726R-244237TITAN (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 44049- 43974, RESISTANCE 44138- 44237

બેન્ક નિફ્ટીએ બુધવારે ધીમી સુધારાની ચાલ સાથે શરૂઆત કર્યા બાદ છેલ્લે 103 પોઇન્ટના સુધારા સાથે 18660 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટીએ 44152 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવ્યા બાદ હવે ડેઇલી તેમજ વીકલી ટાઇમફ્રેમ ચાર્ટ્સ સૂચવે છે કે, જો ઘટાડો આવે તો 43800ની સપાટી મહત્વની ટેકાની સપાટી તરીકે વર્તી શકે. ઉપરમાં 44500ની સપાટી જોવા મળે તેવું હાલ જણાય છે.

Market Lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)