Sula Vineyardsનો IPO અંતે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

અમદાવાદઃ પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે યોજાયેલા 3 IPOને પ્રથમ બે દિવસે રોકાણકારોનો કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. દેશની ટોચની વાઈન મેકર અને સેલર સુલા વાઈનયાર્ડ્સનો IPO અંતિમ દિવસે કુલ 2.33 ગણો ભરાયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 4.13 ગણો, એનઆઈઆઈ 1.51 ગણો, અને રિટેલ 1.65 ગણો ભરાયો છે. પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે 3 IPO ખૂલ્યા હતાં. જેમાંથી સુલા વાઈનયાર્ડ્સના સબ્સ્ક્રિપ્શન બંધ થયા છે. જ્યારે અબનસ હોલ્ડિંગ્સ અને લેન્ડમાર્કનો IPO આવતીકાલે બંધ થશે

Abans Holdingsનો બીજા દિવસે 50 ટકા ભરાયો

ફાઈનાન્સિયલ સર્વિસિઝ પૂરી પાડતી અબનસ હોલ્ડિંગ્સનો IPO બીજા દિવસે પણ માંડ 50 ટકા પણ ભરાયો ન હતો. જેમાં ક્યુઆઈબી સબ્સ્ક્રિપ્શન 2.19 ગણા સાથે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયું હતું. એનઆઈઆઈ 17 ટકા અને રિટેલ 32 ટકા ભરાયો હતો. વિવિધ બ્રોકરેજ હાઉસમાંથી 2 ટોપશેરબ્રોકર્સ.કોમ અને જૈનમ બ્રોકિંગ લિ.એ ન ભરવા જ્યારે દિલિપ દાવડાએ અપ્લાયનું રેટિંગ આપ્યું છે.

લેન્ડમાર્ક કાર્સનો IPO બીજા દિવસે 39 ટકા ભરાયો

અમદાવાદ સ્થિત લક્ઝ્યુરિયસ કાર રિટેલર લેન્ડમાર્ક કાર્સનો IPO બીજા દિવસે પણ કોઈ ખાસ પ્રતિસાદ જોવા મળ્યો નથી. જો કે, તેના કર્મચારીઓને તેના પર વિશ્વાસ સાથે 2.18 ગણો સબ્સ્ક્રાઈબ્ડ કર્યો છે. જ્યારે ક્યુઆઈબી 0.09 ગણો, એનઆઈઆઈ 84 ટકા અને રિટેલ 36 ટકા ભરાયો છે. આવતીકાલે અરજી કરવાનો છેલ્લો દિવસ છે.

ગ્રે માર્કેટમાં બિન સત્તાવાર પ્રિમિયમની સ્થિતિ

ગ્રે માર્કેટમાં આ ત્રણેય IPO પ્રત્યે કોઈ ખાસ ચહલપહલ જોવા મળી નથી. સુલા વાઈનયાર્ડ્સનું રૂ.10 પ્રિમિયમ રૂ. 3 થયું છે. અબનસ અને લેન્ડમાર્કમાં રૂ. 7 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. જ્યારે આગામી સપ્તાહે લોન્ચ થનારા કેફિન IPO માટે રૂ. 17 ગ્રે પ્રિમિયમ છે.