KFin Technologies IPOની વિગતો એટ એ ગ્લાન્સ

ઇશ્યૂ ખૂલશે19 ડિસેમ્બર
ઇશ્યૂ બંધ થશેતા. 21 ડિસેમ્બર
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસબેન્ડરૂ. 347- 366
લોટ સાઇઝ40 શેર્સ
ઇશ્યૂ સાઇઝ40,983,607 શેર્સ
ઇશ્યૂ ટાઇપBook Built Issue IPO
લિસ્ટિંગBSE, NSE
કંપનીના પ્રમોટર્સ જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પીટીઇ લિ.
સંભવિત એલોટમેન્ટતા. 26 ડિસેમ્બર
સંભવિત રિફંડતા. 27 ડિસેમ્બર
સંભવિત લિસ્ટિંગતા. 29 ડિસેમ્બર
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સICICI સીક્યો., કોટક મહિન્દ્રા કેપિટલ, JP મોર્ગન, IIFL સીક્યો.,જેફરીઝ ઇન્ડિયા

અમદાવાદઃ કેફીન ટેકનોલોજીસ લિ. શેરદીઠ રૂ.10ની મૂળ કિંમત અને રૂ. 347- 366ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના કુલ રૂ. 1500 કરોડના આઇપીઓ સાથે તા. 19 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 21 ડિસેમ્બરના રોજ બંધ થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે. ન્યૂનતમ 40 શેર્સ અને ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે.

કંપનીની કામગીરી અંગે

2017માં સ્થપાયેલી કેફીન ટેકનોલોજીસ એ ટેકનોલોજી ડ્રિવન ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કરે છે. કંપની એસેટ મેનેજર્સ અને કોર્પોરેટ ઇશ્યૂઅર્સને સર્વિસિસ અને સોલ્યુશન્સ પૂરાં પાડે છે. સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ અને મલેશિયા, ફિલિપાઇન્સ અને હોંગકોંગની પ્રાઇવેટ રિટાયરમેન્ટ સ્કીમ્સને પણ સેવાઓ આપે છે. એએમસી ક્લાયન્ટ્સની સેવાઓના આધારે ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઇડસ્ટ્રીને સૌથી મોટી ઇન્વેસ્ટર સોલ્યુસન્સ પ્રોવાઇડર કંપની બની છે.

કંપની 192 એસેટ મેનેજર્સના 301 ફંડ્સને સેવાઓ પૂરી પાડે છે. એનપીએસ માટે સીઆરએએસ પૂરી પાડતી અગ્રણી એજન્સી છે

કંપનીની નાણાકીય કામગીરી (આંકડા રૂ.કરોડમાં)

સમયગાળોકુલ આવકોચોખ્ખો નફો
31-Mar-19164.768.96
31-Mar-20455.264.52
31-Mar-21486.2-64.51
30-Sep-21293.4367.8
31-Mar-22645.56148.55
30-Sep-22353.7685.34