અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ કરણ અર્જૂન પિક્ચરના ડાયલોગની જેમ મેરે 21700- 22200 આયેંગે…. ની રાહ જોઇ રહેલા માર્કેટ રસિયાઓ માટે સોમવારે પણ નિફ્ટીએ સુધારાનું સૂરસૂરિયું કરીને નિરાશાનો માહોલ ખડો કર્યો છે. માર્કેટ નિષ્ણાતો બજાર પંડિતો એવી હૈયાધારણા આપી રહ્યા છે કે, ચૂંટણી પરીણામો પછી તો મેરે 21700- 22200 આયેંગે…હી આયેંગે….

ખેર ટેકનિકલી નિફ્ટી તેની ઇન્સાઇડ રેન્જથી નીચે રમી રહ્યો છે. સાથે સાથે વધુ પ્રોફીટ બુકિંગની ધારણા વચ્ચે 21450 આવે તો મંદી ઠાકુર નિફ્ટીને મહાત કરી શકે છે. પરંતુ 21800 પોલીસ વચ્ચે આવી જશે તો 21700- 22200 કરણ અર્જૂનની એન્ટ્રી થઇ શકે છે. એફઆઇઆઇ, સ્થાનિક સંસ્થાઓ તેમજ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ નિફ્ટીને 21100 પોઇન્ટ સુધી લઇ જવાના મૂડમાં હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. તે જોતાં જે લોકો ખરીદીની ટિકિટ ધરાવે છે તેમણે સીટ ઉપર બેસી રહેવું અને ક્લાઇમેક્સની રાહ જોવી તેવી સલાહ મળી રહી છે.

ઇન્ટ્રા-ડે વોચઃ યુપીએલ, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, હીરો મોટોકોર્પ, હિન્દાલકો, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, સેઇલ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 44428- 43974, રેઝિસ્ટન્સ 45543- 46203

સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, ટેકનોલોજી, ઓટો અને ફાર્મા

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)