“વેદિકા” અને “રિશી” નામના વ્યક્તિ દ્રારા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ સામે NSEની ચેતવણી
મુંબઇ, 29 નવેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે એક યાદીમાં જણાવ્યું છે કે, એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “વેદિકા” અને “રિશી” નામના વ્યક્તિ મોબાઇલ નંબર તથા વેબસાઇટ દ્વારા ઓપરેટ કરે છે તથા ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ ખાતરીપૂર્વકના/ ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/ પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવી કારણ કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે. અત્રે એ પણ નોંધનીય છે કે આ વ્યક્તિઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના કોઈપણ રજિસ્ટર્ડ સદસ્યના સભ્ય અથવા અધિકૃત વ્યક્તિ તરીકે નોંધાયેલી નથી. આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 (એસસીઆરએ)ની કલમ 23(1)ની જોગવાઈઓ મુજબ કોઈપણ સંસ્થા/વ્યક્તિ કે જે એસસીઆરએની કલમ 13, 16, 17 અથવા 19નું ઉલ્લંઘન કરે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો તે દોષિત ઠરશે તો તેને દસ વર્ષ સુધીનો જેલવાસ અથવા રૂ. 25 કરોડ સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. એસસીઆરએની કલમ 25 મુજબ, કલમ 23 હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ના અર્થમાં કોગ્નિઝેબલ ગુનાઓ છે અને તે રીતે રાજ્યના કાયદા અમલીકરણ સત્તાધીશો પણ તે મામલે તપાસ કરી શકે છે. સિક્યોરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કરવા ઉપરાંત, ડબ્બા ટ્રેડિંગ ભારતીય દંડ સંહિતા, 1870ની કલમ 406,420 અને કલમ 120-બીના કાર્યક્ષેત્રમાં પણ આવે છે.
રોકાણકારોને સાવધાન કરવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટ્રેડિંગ ન કરે. આવા ગેરકાયદેસર પ્લેટફોર્મ પર કામ કરવું રોકાણકારના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો પર છે કારણ કે આવા ગેરકાયદેસર ટ્રેડિંગ પ્લેટફોર્મને એક્સચેન્જ દ્વારા ન તો મંજૂર કરવામાં આવે છે કે ન તો તેને સમર્થન આપવામાં આવે છે.
રોકાણકારો નોંધ લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો પાસે નીચેનામાંથી કોઈ પણ ઉપાય ઉપલબ્ધ રહેશે નહીં:
1. એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકારની સુરક્ષાના લાભો, 2. એક્સચેન્જ વિવાદ નિરાકરણ પદ્ધતિ, 3. એક્સચેન્જ દ્વારા સંચાલિત રોકાણકાર ફરિયાદ નિવારણ પદ્ધતિ.
રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવાની સલાહ આપવામાં આવે છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)