મુંબઈ, નવેમ્બર 29: વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે નવી ફંડ ઓફર (NFO) – ‘વ્હાઈટઓક કેપિટલ લાર્જ એન્ડ મિડ કૅપ ફંડલૉન્ચ કરવાની જાહેરાત કરી છે. NFO 1લી ડિસેમ્બરથી 15મી ડિસેમ્બર 2023 સુધી ખુલ્લી રહેશે. વ્હાઇટઓક કેપિટલ લાર્જ એન્ડ મિડ કૅપ ફંડ એ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે લાર્જ કૅપ અને મિડ કૅપ બંને સ્ટૉક્સમાં રોકાણ કરે છે.જેનો ઉદ્દેશ્ય બોટમ-અપ સ્ટૉક સિલેક્શન પર ફોકસ કરીને નિર્માણ કરવામાં આવેલ હાઈ એક્ટિવ શેર સાથે ફેક્ટર ડાઇવર્સિફાઇડ બેલેન્સ્ડ પોર્ટફોલિયો નિર્માણ કરવાનો છે.

નવી ફંડ ઓફર અંગે બોલતા, વ્હાઇટઓક કેપિટલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના CEO, આશિષ પી સોમૈયાએ જણાવ્યું હતું કે, 2022ના મધ્યભાગથી, વ્હાઇટઓક કેપિટલ AMC ખાતે, અમારું ધ્યાન ઇરાદાપૂર્વક બેક-ટુ-બેક NFO લૉન્ચ કરવા અને સમગ્ર ઉત્પાદન મેળવવા પર કેન્દ્રિત છે. અત્યાર સુધી પ્રાપ્ત થયેલા 3 લાખ ફોલિયો અને 1.5 લાખ SIP રજિસ્ટ્રેશન છે.

વ્હાઈટઓક કેપિટલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના CIO, રમેશ મંત્રી એ જણાવ્યું હતું કે, લાર્જ કૅપ કંપનીઓ તેમની આવકનો એક ક્વાર્ટર ભારત બહારના સ્ત્રોતોમાંથી મેળવે છે, જે ભારતીય અને વૈશ્વિક અર્થતંત્રને બેલેન્સ્ડ એક્સપોઝર પ્રદાન કરે છે. બીજી તરફ, મિડ-કૅપ સ્ટૉક્સ વિવિધ સેક્ટર્સમાં ડાઇવર્સ એક્સપોઝર પૂરું પાડે છે – બંને સ્થાપિત અને ઉભરતા અને સંશોધન હેઠળ હોવાના કારણે, પોર્ટફોલિયોમાં વૃદ્ધિ અને આલ્ફા નિર્માણની તકો પૂરી પાડે છે. વ્હાઇટઓક કેપિટલ લાર્જ એન્ડ મિડકૅપ ફંડનો ફેક્ટર ડાઇવર્સિફાઇડ બેલેન્સ્ડ પોર્ટફોલિયો એ રોકાણકારો માટે ભારતીય માર્કેટના લાંબા ગાળાના મૂલ્ય નિર્માણમાં સહભાગી થવા માટે ઇચ્છનીય વિકલ્પ છે. આ સ્કીમ S&P BSE 250 લાર્જ મિડકૅપ TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવશે.

ફંડ મેનેજર્સઃ ફંડનું સંચાલન રમેશ મંત્રી (ઇક્વિટી), તૃપ્તિ અગ્રવાલ (આસિસ્ટન્ટ ફંડ મેનેજર), પીયૂષ બરનવાલ (ઋણ/ડેટ) અને શરિક મર્ચન્ટ (ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ્સ) દ્વારા કરવામાં આવશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)