ઈલેક્ટ્રોલાઈઝર ડિલિવરી માત્ર માલની ડિલીવરી નથી, પરંતુ ઉર્જાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરના પરિવર્તનની પાયાની કામગીરીના આરંભની છે: રતન બોકાડિયાગ્રીન એનર્જીના હબ તરીકે ભારતને વિકસાવવામાં અમે જે ફાળો આપી રહ્યા છીએ તે માટે અમે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએઃ સંદીપ અગ્રવાલ

અમદાવાદ, 21 જૂન:  ભારતમાં ગ્રીન ઉર્જામાં રૂપાંતરિત કરવાની દિશામાં એક મહત્વનું પગલું લેતા ઓસવાલ એનર્જીઝ લિમિટેડે  રૂ. 320 કરોડનું મૂડીરોકાણ કરીને ગ્રીન હાઈડ્રોજન તૈયાર કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સત્તાવાર રીતે શરૂ કરી દીધો છે.  ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ તરફથી એક મેગાવોટના ઇલેક્ટ્રોલાઈઝરની પહેલી ડિલીવરી મળી જતાં આ પ્રોજેક્ટનો આરંભ થઈ ગયો છે.

કેમિકલ અને ફર્ટિલાઈઝરના સેક્ટરની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરી શકાય તે હેતુથી ‘બિલ્ટ-ઓપરેટ અને ટ્રાન્સફર’ એટલે કે ‘બાંધો, ચલાવો અને ટ્રાન્સફર કરી આપો’ના સિદ્ધાંત પર 20 મેગાવોટના પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે.  આ પ્લાન્ટમાં અડધા મેગાવોટથી માંડીને પાંચ મેગાવોટ સુધીની ક્ષમતા ધરાવતા પાવર પ્લાન્ટ્સ આગામી 12થી 18 મહિનામાં શરૂ કરવામાં આવશે. તેને માટે ગ્રીન્ઝોની અત્યાધુનિક અને સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 

ઓસવાલ એનર્જીઝના મેનેજિંગ ડિરેક્ટર રતન બોકાડિયાએ નવતર સીમાચિહ્નની વાત કરતાં જણાવ્યું હતું કે, “આ ઈલેક્ટ્રોલાઈઝર ડિલિવરી માત્ર માલની ડિલીવરી નથી, પરંતુ ઉર્જાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરના પરિવર્તનની પાયાની કામગીરીના આરંભની છે. આપણા દેશનું વિઝન સ્થિરતા અને આત્મનિર્ભરતાનું છે. ગ્રીન્ઝો સાથેની ભાગીદારીમાં આ સફળતાં હાંસલ કરવાની છે. આ સાથે જ અમે વાતાવરણમાં ઓછામાં ઓછો કાર્બનડાયોક્સાઈડ છોડતી વ્યવસ્થા ઊભી કરી આપીને ભારત દેશના ઉદ્યોગોને વધુ સમર્થ બનાવી રહ્યા છીએ.”

આ પ્રોજેક્ટ સાથે ગ્રીન્ઝો એનર્જી પણ જોડાયેલી છે તે જ દર્શાવે છે કે ગ્રીન હાઈડ્રોજનના નિર્માણની દિશામાં ઝડપથી આગળ વધી રહેલા દેશમાં ગ્રીન્ઝો એનર્જી પણ મહત્વની કામગીરી કરી રહી છે. ગ્રીન્ઝો એનર્જીની ઓર્ડર બુક અત્યારે વધીને રૂ. 1500 કરોડને વળોટી ગઈ છે. ગ્રીન્ઝો દેશમાં અને પરદેશમાંના તેના કસ્ટમર્સને શ્રેષ્ઠ કાર્યક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રોલાઈઝર અને હાઈડ્રોજન સિસ્ટમ પૂરી પાડી રહી છે. તેના આંતરરાષ્ટ્રીય સ્તરના કસ્ટમર્સના ફેલિક્સ ઇન્ડસ્ટ્રીઝ એલએલસી અને ફેલિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે.

આ અવસરે વાતચીત કરતાં ગ્રીન્ઝો એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે આપેલા ઇલેક્ટ્રોલાયઝરના સપ્લાય થકી ગ્રીન એનર્જીના મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ભારતની વધી રહેલી ક્ષમતાનો પ્રસ્થાપિત થઈ રહી હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. ગ્રીન એનર્જીના નિર્માણ માટેના ભારતે નક્કી કરેલા લક્ષ્યાંકને ઓછામાં ઓછા ખર્ચ અને સ્વદેશી ટેક્નોલોજીની મદદથી પરિપૂર્ણ કરવામાં ટેકો આપવાની કામગીરી અમે કરી રહ્યા છીએ તે માટે અમે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ.”

ઓસવાલ એનર્જી અને ગ્રીન્ઝો અને ગ્રીન્ઝો એનર્જી વચ્ચે થયેલા જોડાણને અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીને એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શનના એક અજોડ અને શક્તિશાળી સંગમ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેની સાથે જ ગ્રીન હાઈડ્રોજનના વૈશ્વિક હબ તરીકે ભારતને પ્રસ્થાપિત કરવાનો માર્ગ ખૂલી ગયો છે.