MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.194ની વૃદ્ધિઃ ચાંદીમાં રૂ.284નો ઘટાડોઃ ક્રૂડ તેલ રૂ.144 વધ્યું
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.56,303ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,588 અને નીચામાં રૂ.56,122ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.194ની વૃદ્ધિ સાથે રૂ.56,546ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.594 વધી રૂ.45,209 અને…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q3 ચોખ્ખો નફો રૂ. 17806 કરોડ
અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તા. 31 ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીમાં 0.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17806 કરોડ (રૂ. 15512 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 14.8 ટકા વધી રૂ. 240963 કરોડ (રૂ. 209823 કરોડ) થઇ છે. કંપનીનો EBITDA 13.5 ટકા વધ્યો…
ગ્રીન્ઝો એનર્જી સાણંદમાં Rs. 500 કરોડના મૂડીરોકાણ સાથે ઇલેક્ટ્રોલાઇઝર્સ પ્લાન્ટ સ્થાપશે
પ્રોજેક્ટ પાછળ ગ્રીન્ઝો એનર્જી રૂ. 500 કરોડનું રોકાણ કરશે અમદાવાદ: ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં ઇલેક્ટ્રોલાઇઝર્સ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટેનો અદ્યતન પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ પાછળ 50 મિલીયન (રૂ. 500 કરોડ) ડોલરનું રોકાણ કરવામાં આવશે. આ પ્લાન્ટ દ્વારા 50 હજારથી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમીટેડ (જીઇઆઇએલ)ના સીઇઓ…
MCX: સોનાનો વાયદો રૂ.192 અને ચાંદીનો વાયદો રૂ.496 વધ્યો
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.56,641ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,850 અને નીચામાં રૂ.56,603ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.192 વધી રૂ.56,738ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.178 વધી રૂ.45,387 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1…
MUKESH AMBANI વૈશ્વિક સ્તરે ટોચના 100 CEOમાં બીજા ક્રમે
Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ ફાઇનાન્સ બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે RELIANCE ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન MUKESH AMBANI વર્ષ 2023 માટે વિશ્વના ટોચના CEO પર બ્રાન્ડ ફાઇનાન્સના વાર્ષિક અહેવાલમાં બીજા ક્રમે આવ્યા છે. ગયા વર્ષના લીડર માઇક્રોસોફ્ટના સત્ય નડેલા હવે ત્રીજા સ્થાને છે. Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ…
Hind zincનો નફો 20 ટકા ઘટ્યો, 5500 કરોડ ડિવિડન્ડ ફાળવશે
અમદાવાદઃ હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)નો ત્રિમાસિક ચોખ્ખો નફો 20 ટકા ઘટ્યો હોવા છતાં શેરહોલ્ડર્સને રૂ. 5493 કરોડનું ડિવિડન્ડ ફાળવવા જાહેરાત કરી છે. હિન્દુસ્તાન ઝિંક ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત વચગાળાનું ડિવિડન્ડ આપી રહી છે. કંપનીના બોર્ડે ઈક્વિટી શેરદીઠ ₹13ના દરે ત્રીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ FY2023 માટે શેરદીઠ ₹ 2ની ફેસ વેલ્યુના 650% છે. જેની રેકોર્ડ ડેટ 30 જાન્યુઆરી છે.નફો 20 ટકા ઘટ્યો, EBITDA 16 ટકા ઘટીઃ…
NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, કપાસિયા ખોળનાં વાયદામાં નીચલી સર્કિટ
મુંબઇ: હાજર બજારોમાં જોરદાર વેચવાલીનાં કારણે વાયદામાં પણ આજે સામુહિક વેચવાલી જોવા મળી હતી. આજે કૄષિ કોમોડિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૮૬૨૮.૮૦ ખુલી સાંજે ૮૩૯૦.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૦૭૪ રૂપિયા ખુલી ઉંચામાં ૮૦૭૪ તથા નીચામાં ૮૦૭૪ રૂપિયા થઇ…
