RENDSTAD ઇન્ડિયાના ઇક્વિટી, ડાઇવર્સિટી એન્ડ ઇન્ક્લૂઝન અભ્યાસઃ ‘એમ્બ્રાસિંગ ઓલ એબિલિટીઝ’માં ખુલાસો

  • ભારતીય ઉદ્યોગજગતમાંથી 65 ટકા બિઝનેસ લીડર્સે જણાવ્યું કે, તેમની કંપનીઓ દિવ્યાંજગનો (PWD)ને સમાવવા નીતિઓ ધરાવે છે.
  • તેમાંથી સૌથી મોટો હિસ્સો બહુરાષ્ટ્રીય કંપનીઓનો (50 ટકા) છે, ફક્ત 4.5 ટકા સરકારી કંપનીઓ દિવ્યાંગજનોને સમાવવાની નીતિઓ ધરાવે છે
  • 67 ટકા સરકારી અને 55 ટકા ખાનગી ક્ષેત્રની કંપનીઓના બિઝનેસ લીડર્સે જણાવ્યું કે, સર્વસમાવેશકતાની નીતિ છે, પણ લક્ષ્યાંકો ફરજિયાત નથી
  • દેશમાં 25 ટકાથી ઓછી કંપનીઓ દિવ્યાંગજનો માટેની મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરે છે.

મુંબઈ: એચઆર સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક રેન્ડસ્ટેડ ઇન્ડિયાએ ગ્લોબલ ટેલેન્ટ મોબિલિટી સોલ્યુશન્સમાં લીડર રેન્ડસ્ટેડ રાઇસસ્માર્ટ અને નૉલેજ પાર્ટનર વોકોલીયા સાથે જોડાણમાં ઇક્વિટી, ડાઇવર્સિટી એન્ડ ઇન્ક્લૂઝન (ઇડીએન્ડઆઇ) પર તેમનો વિશિષ્ટ અભ્યાસ એમ્બ્રાસિંગ ઓલ એબિલિટીઝ પ્રસ્તુત કર્યો છે. ચાલુ વર્ષે રેન્ડસ્ટેડનો બહુપરિપ્રેક્ષ્ય ધરાવતો ઇડીએન્ડઆઇ અભ્યાસ રસપ્રદ પ્રવાહો જાહેર કરવા કંપની-કર્મચારી સાથે સંબંધિત વિવિધ પાસાં રજૂ કરે છે, જેમાં દિવ્યાંગતા ધરાવતા લોકો (PWD)ના સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો છે – જે કાર્યસ્થળો પર તેમની હાજરી કે ગેરહાજરીમાં તેમની સાથે સંબંધિત નીતિઓ અને જોગવાઈઓ ધરાવે છે.

દેશની 65 ટકા કંપનીઓ દિવ્યાંગતા ધરાવતા લોકો (PWD) સહિતના લોકો માટે નીતિઓ ધરાવે છે. તેમાંથી સૌથી મોટો હિસ્સો બહુરાષ્ટ્રીય કંપનીઓ (50 ટકા)નો છે, તો ફક્ત આશરે 19 ટકા ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓ છે અને 4.5 ટકા કંપનીઓ સરકારી ક્ષેત્રની છે. અન્ય એક રસપ્રદ તારણ એ છે કે, ભારતીય સરકારી કંપનીઓમાંથી 67 ટકા અને ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓમાંથી 55 ટકા ઉત્તરદાતાઓએ ઉલ્લેખ કર્યો હતો કે, સર્વસમાવેશકતા હાજર છે, પણ તેમના લક્ષ્યાંકોમાં ફરજિયાત નથી. ઉપરાંત સરકારી કંપનીઓની બહુ ઓછી ટકાવારી (17 ટકા)ના બિઝનેસ લીડર્સએ ઉલ્લેખ કર્યો હતો કે, તેમના લક્ષ્યાંકો સર્વસમાવેશકતા સાથે સુસંગત છે. બીજી તરફ બહુરાષ્ટ્રીય કંપનીઓના 53 ટકા લીડર્સે તેમના વ્યવસાયિક લક્ષ્યાંકો સાથે સર્વસમાવેશકતાને સુસંગત કરી છે. સરકારી ક્ષેત્રની કંપનીઓમાંથી 50 ટકા બિઝનેસ લીડર્સ અને ભારતીય ખાનગી ક્ષેત્રમાંથી 27 ટકા બિઝનેસ લીડર્સે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, તેઓ તેમની કંપનીઓમાં દિવ્યાંજગનો માટે વાજબી નીતિઓ ધરાવતા નથી. આ આંકડા સ્પષ્ટ કરે છે કે, મોટા ભાગની ભારતીય ખાનગી અને સરકારી કંપનીઓ દિવ્યાંગજનોની દ્રષ્ટિએ જવાબદારીના માપદંડો, અસરકારકતા અને નીતિલક્ષી કામગીરીઓનો ધરાવતી નથી. ભારતીય ઉદ્યોગજગતમાં સર્વાંગી સર્વસમાવેશન હજુ પણ સામાન્ય થયું નથી. દિવ્યાંજગનો માટે મૂળભૂત જરૂરિયાતો, જેમ કે સુલભ શૌચાલયો, ટેકનિકલ મદદો અને બેઠકની ઉચિત વ્યવસાયો 25 ટકાથી ઓછા કાર્યસ્થળોમાં હતી અને 17 ટકા ઉત્તરદાતાઓના જણાવ્યા મુજબ, તેમના કાર્યસ્થળોમાં રહેવાસની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા સંપૂર્ણપણે નહોતી. આ દર્શાવે છે કે, સર્વસમાવેશકતા માટે કંપનીઓમાં ઇરાદો હોવા છતાં ઘણો ફરક ભરવાની જરૂર છે.

મોટા ભાગે આ ભરતી જૂનિયર (29.84 ટકા) અને મધ્યમ સ્તર (23.27 ટકા)ના સ્તરે

દિવ્યાંજગનોની ભરતી કરવાની વાત આવે છે, ત્યારે મોટા ભાગે આ ભરતી જૂનિયર (29.84 ટકા) અને મધ્યમ સ્તર (23.27 ટકા)ના સ્તરે થાય છે. કંપનીના સંસ્થાગત માળખામાં તેમની હાજરી ઘટી છે, કારણ કે આપણે પદાનુક્રમમાં સીનિયર અને મેનેજમેન્ટ ભૂમિકાઓ તરફ અગ્રેસર થયા છીએ. માત્રાત્મક સર્વેના જણાવ્યા મુજબ, 27 ટકા બિઝનેસ લીડર્સે જણાવ્યું કે, તેમની કંપનીઓ દિવ્યાંગજનોની સર્વસમાવેશકતા વધારવા બાહ્ય જૂથો સાથે જોડાણ કરી રહી છે. 43 ટકા કંપનીઓએ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ આવું કરતી નથી. 42 ટકા બિઝનેસ લીડર્સે ઉલ્લેખ કર્યો હતો કે, સંવેદનશીલતા કાર્યક્રમોમાં તેમની કંપનીઓમાં દિવ્યાંગજનો સાથે કામ કરવા પર તાલીમ સામેલ છે.