મુંબઇ: હાજર બજારોમાં નીચા મથાળે ખરીદી નીકળતાં કૄષિ કોમોડિટીનાં વાયદાનાં ભાવ આજે એકંદરે ઉંચા બોલાયા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૮૦૨૦.૬૦ ખુલી સાંજે ૮૦૧૦.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૦૫૪ રૂ. ખુલી ઉંચામાં ૮૦૫૪ તથા નીચામાં ૮૦૫૪ રૂ. થઇ સાંજે ૮૦૫૪ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૩૦ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૪૦ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, જીરૂ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ગુવાર ગમ, ગુવાર સીડ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

આજે એરંડાના ભાવ ૭૦૦૦ રૂ. ખુલી ૭૦૧૦ રૂ., દિવેલનાં ભાવ ૧૪૪૮ રૂ. ખુલી ૧૪૪૮ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૭૦ રૂ. ખુલી ૨૭૮૭ રૂ., ધાણા ૭૪૨૦ રૂ. ખુલી ૭૪૬૮ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૯૪૯ રૂ. ખુલી ૫૯૦૭ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૫૬૦ રૂ. ખુલી ૧૨૪૩૬ રૂ., જીરાનાં ભાવ ૩૨૨૦૫ રૂ. ખુલી ૩૨૭૬૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૯૩.૦૦ રૂ. ખુલી ૧૬૦૬.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૫૧૦ ખુલી ૪૮૩૧૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૨૮૨ રૂ. ખુલી ૭૨૭૬ રૂ. બંધ રહ્યા હતા.