મુંબઈ, 24 જાન્યુઆરી: પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે ઓપન એન્ડેડ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સ્કીમ એક્ટિવલી મેનેજ્ડ પોર્ટફોલિયોમાંથી ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સિક્યોરિટીઝ, મુખ્યત્વે લાર્જ કેપ અને મીડ કેપ સ્ટોક્સ,માં રોકાણો દ્વારા લાંબા ગાળે મૂડી વૃદ્ધિ ઊભી કરશે.

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ વિનય પહરિયાએ જણાવ્યું હતું કે ઊંચો વૃદ્ધિ દર ધરાવતી અને સારી ગુણવત્તાવાળી લાર્જ અને મીડ કેપ કંપનીઓમાં રોકાણ માટે સતત તકો આવી રહી છે જે ભારતની ગ્રોથ સ્ટોરી માટે ફાયદો કરી શકે છે. આવી કંપનીઓ લાંબા ગાળા માટે મૂડી-સક્ષમ રીતે ઝડપી ગતિથી મૂડીને ચક્રવૃદ્ધિ દરે વધારવાનું ચાલુ રાખી શકે છે. પીજીઆઈએમ ઈન્ડિયા લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લાર્જ અને મીડ કેપ સ્ટોક્સમાં અનુક્રમે લઘુતમ 35 ટકાનું દરેકમાં રોકાણ કરશે. પોર્ટફોલિયો ટોપ-ડાઉન અને બોટમ-અપ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન પ્રોસેસના મિશ્રણનો ઉપયોગ કરીને ઊભો કરવામાં આવશે. એમ પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)