બુધવાર, 24 જાન્યુઆરી:  નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી)ઓમાંની એક એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ. (LTFH) એ 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 640 કરોડનો કોન્સોલિડેટેડ પીએટી નોંધાવ્યો છે, જે 41% ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ કુલ લોન બુકના 91% રિટેલ લોન પોર્ટફોલિયો મિશ્રણ પણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026ના ધ્યેય હેઠળ નિર્ધારિત 80% રિટેલાઇઝેશન લક્ષ્ય કરતાં વધુ છે. કંપનીએ લક્ષ્ય 2026 લક્ષ્યાંકો સમય કરતાં બે વર્ષ વહેલા હાંસલ કર્યા છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુદિપ્તા રોયે જણાવ્યું હતું કે, 91%ના રિટેલાઇઝેશન સાથે, અમે ગ્રામીણ અને શહેરી માળખા સાથે જોડાયેલા રિટેલ એનબીએફસીમાં સંક્રમણ કર્યું છે. કંપનીની કસ્ટમર ફેસિંગ એપ્લિકેશન – PLANET એપ 76 લાખ ડાઉનલોડ્સને પાર કરી ગઈ છે.રિટેલ વિતરણ રૂ. 14,531 કરોડ થયું હતું, જે વાર્ષિક ધોરણે 25%ની વૃદ્ધિ નોંધાવે છે. રિટેલ બુક હવે રૂ. 74,759 કરોડની છે જે 31 ડિસેમ્બર, 2022 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકની સરખામણીમાં 31% વધારે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)