આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સે 4-ઇન-1 હેલ્થ વીમાયોજના પ્રસ્તુત કરી

મુંબઈ: આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની હેલ્થ વીમા પેટાકંપની આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ લિમિટેડ (એબીએચઆઇસીએલ)એ એક્ટિવ હેલ્થ + મલ્ટિપ્લાય ફિટ કોમ્બો પ્રોડક્ટ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે ઉદ્યોગમાં સૌપ્રથમ 4-ઇન-1 હેલ્થ વીમાયોજના છે.

નવી 4 ઇન 1 વિસ્તૃત હેલ્થ વીમાયોજના ગ્રાહકોને નીચેના ફાયદા ઓફર કરે છેઃ

  • ઇન્સ્યોરન્સ બેનિફિટ્સ – પ્રોડક્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચ, આધુનિક સારવારો અને લાંબા ગાળાની બિમારીઓને પ્રથમ દિવસથી આવરી લેશે તેમજ નો ક્લેઇમ બોનસ આપશે. બેનિફિટ્સમાં ડે કેર પ્રોસીજર્સ, પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને કેશલેસ હોમ ટ્રીટમેન્ટ પણ સામેલ છે. તમામ બેનિફિટનો લાભ 10,000+ નેટવર્ક હોસ્પિટલ્સમાં લઈ શકાશે.
  • હેલ્થ અને વેલનેસના ફાયદા – પ્રોડક્ટ ગ્રાહકોને ફિટ રહેવા અને એક્ટિવ ડેઝTM પૂર્ણ કરવા 100 હેલ્થરિટર્ન્સTM સાથે રિવોર્ડ આપે છે. આ હેલ્થરિટર્ન્સTMનો ઉપયોગ રિન્યૂઅલ પર પ્રીમિયમ ચુકવવા ઉપયોગ થઈ શકશે. વેલનેસ ખાસિયતના ભાગરૂપે પોલિસી વાર્ષિક હેલ્થ ચેક-અપ્સ, કોલ પર કાઉન્સેલિંગ તેમજ ડાયેટિશિયન સપોર્ટને પણ આવરી લેશે. વાર્ષિક હેલ્થ ચેક-અપ બેનિફિટ પહેલા દિવસથી ઉપલબ્ધ થાય છે.
  • ફિટનેસ બેનિફિટ્સ – ગ્રાહક એક્ટિવ ડેઝ પર કમાણી કરવા એપ પર લાઇવ વર્કઆઉટ અને જીમ સેશન્સની સુલભતા મેળવવા સક્ષમ પણ બનશે
  • રિવોર્ડ્ઝ – નવી પ્રોડક્ટ વિવિધ જીવનશૈલી, ટ્રાવેલ અને મનોરંજનના પાર્ટનર્સ એમ તમામ કેટેગરીમાં લાભદાયક કેશબેક અને ડિસ્કાઉન્ટ પણ ઓફર કરે છે. 

એટમોસ પાવર રિન્યુએબલ એનર્જી એક્સપોમાં પ્રદર્શિત થશે

અમદાવાદ: એટમોસ પાવરે ભારતના સૌથી મોટા ટ્રેડ એક્સ્પો અને રિન્યુએબલ એનર્જી માટેની ઈવેન્ટમાં તેમની સહભાગિતાની જાહેરાત કરી છે, જે 28-30 સપ્ટેમ્બર દરમિયાન ઈન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે યોજાનાર છે. Atmos Power એ બાયોગેસ, સિંગાસ, લેન્ડફિલ ગેસ, પ્રોડ્યુસર ગેસ, નેચરલ ગેસ, ઓક્સિજન, નાઈટ્રોજન, હાઈડ્રોજન, મિથેનોલ અને અન્ય કોઈપણ કાર્બનિક સોલવન્ટ્સ માટે ગેસ ડિહાઈડ્રેશન, સેપરેશન અને અપગ્રેડેશન સિસ્ટમ્સના ઉત્પાદનમાં કુશળતા ધરાવતી અગ્રણી ગ્રીન એનર્જી કંપની છે. આ સિસ્ટમો ઉપરાંત, સમગ્ર એશિયામાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ્સ માટે 95 થી વધુ બાયોગેસ અપગ્રેડેશન સિસ્ટમ્સ સપ્લાય કર્યા પછી, Atmos Power એ એશિયન માર્કેટમાં આ ટેક્નોલોજીના નિષ્ણાત માનવામાં આવે છે. રિન્યુએબલ એનર્જી એક્સ્પો 2022 એ રિન્યુએબલ એનર્જી (બાયોફ્યુઅલ/બાયોમાસ, જિયોથર્મલ, સોલાર, વિન્ડ) અને ઊર્જા કાર્યક્ષમતા તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરીને સૌથી મોટા ટ્રેડ એક્સ્પો અને ઇવેન્ટ્સમાંનું એક છે. પ્રદર્શનનો ઉદ્દેશ્ય વિશ્વ કક્ષાની ટેકનોલોજી અને ઉત્પાદનોના ઉપયોગ દ્વારા પ્રદેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. બી આર સિંઘ સ્થાપક, એટમોસ પાવર પ્રા. લિમિટેડે જણાવ્યું હતું કે, ઉદ્યોગના નિષ્ણાતો પાસેથી સાંભળવા અને અમારા ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરીને બાયોએનર્જી ક્ષેત્રમાં યોગદાન આપવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે. બાયોગેસ ઉદ્યોગ દિન-પ્રતિદિન વિકાસ પામી રહ્યો છે અને અમે અમારા બાયોગેસ સોલ્યુશન્સ અને સેવાઓ પ્રદાન કરીને ઉદ્યોગના વિકાસ માટે કામ કરીશું.