રેઈઝ ફાઇનાન્શિયલ સર્વિસિસે અલ્ગોરિધમિક ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ ક્ષમતામાં વિસ્તાર કરવા સ્ટ્રેટ્ઝીના સંપાદનની જાહેરાત કરી

અમદાવાદ, 22 એપ્રિલઃ રેઈઝ ફાઇનાન્શિયલ સર્વિસિસે આજે જાહેરાત કરી છે કે તેણે કેશ અને સ્ટોક ડીલ મારફતે ભારતની અગ્રણી અલ્ગોરિધમિક ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ- સ્ટ્રેટ્ઝી(Stratzy)ને હસ્તગત કરી છે. રેઈઝ ફાઇનાન્શિયલ એ કેપિટલ માર્કેટ ઇકોસિસ્ટમના ઉભરતા ખેલાડીઓ પૈકી એક છે કે જે ધન, ફઝ એઆઈ (Fuzz AI), અપસર્જ, ફિલ્ટર કોફી અને હવે સ્ટ્રેટ્ઝી જેવા પ્લેટફોર્મ્સનું સંચાલન કરે છે.

સ્ટ્રેટ્ઝી એ ભારતનું અગ્રણી એક્સચેન્જ રજિસ્ટર્ડ અલ્ગોરિધમિક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે કે જે ઇક્વિટી, ઈન્ડાયસીસ, F&O અને કોમોડિટીઝમાં 100થી વધુ માન્ય મલ્ટી-એસેટ અલ્ગોરિધમ ધરાવે છે. આ પ્લેટફોર્મ વપરાશકર્તાઓને ક્યુરેટેડ અને ઉપયોગ માટે તૈયાર વ્યૂહરચનામાં રોકાણ અને ટ્રેડિંગ કરવાની સુવિધા આપીને અલ્ગોરિધમિક ટ્રેડિંગને સરળ બનાવે છે. કંપની તેના પ્લેટફોર્મ અને પ્રોડક્ટ્સનું વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જે ક્વોન્ટ, AI અને સિસ્ટમ આધારિત અભિગમોના મિશ્રણથી બનેલી શિસ્તબદ્ધ અલ્ગો-ટ્રેડિંગ પદ્ધતિ દ્વારા વપરાશકર્તાને બજારમાં ભાગ લેવા માટે સક્ષમ બનાવે છે.

રેઈઝ એ ધન (Dhan-www.dhan.co)ની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે કે જે ભારતનું સૌથી ઝડપથી વિકાસ પામતું સ્ટોક ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મ છે. ધન એ વર્ષ 2022માં DhanHQ દ્વારા તેના ટ્રેડિંગ અને ડેટા APIs રજૂ કર્યા હતા. DhanHQ હવે API આધારિત ટ્રેડર્સ માટે પસંદગીનું પ્લેટફોર્મ બની ગયું છે અને ત્યારબાદ તેના અલ્ગો માર્કેટ-પ્લેસના લોન્ચ સાથે હવે તેમાં સ્ટ્રેટ્ઝીના લોકપ્રિય અલ્ગોરિધમ્સ પણ ઉપલબ્ધ છે.


આ વર્ષની શરૂઆતમાં કંપનીએ સક્રિય ટ્રેડર ઇકોસિસ્ટમમાં તેની હાજરી મજબૂત કરવા માટે તેનું ટ્રેડિંગ ટર્મિનલ DEXT T3 લોન્ચ કર્યું હતું અને તેનું સ્મોલ-લેંગ્વેજ મોડલ Artham અર્થમ પણ લોન્ચ કર્યું હતું, જે ફાઇનાન્સ અને કેપિટલ માર્કેટના ઉત્સાહીઓ માટે બનાવેલા તેના AI પ્લેટફોર્મ AskFuzz.ai ને પાવર આપે છે. સ્ટ્રેટ્ઝીના જોડાણ સાથે રેઈઝ માત્ર તેની અલ્ગોરિધમિક ટ્રેડિંગ ક્ષમતાનો વિસ્તાર જ નથી કરી રહ્યું પરંતુ તે ‘ધન’ પર તેના વપરાશકર્તા માટે એક મેનેજ્ડ અને ક્યુરેટેડ અલ્ગો ઇન્વેસ્ટિંગ લેયર પણ રજૂ કરી રહ્યું છે. તેનાથી અત્યાધુનિક અને નિયમ-આધારિત વ્યૂહરચના ટ્રેડર્સ અને રોકાણકારોના વિશાળ સમૂહ માટે વધુ સુલભ બનશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)