- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- IPO
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
SBI FUND MANAGEMENTનો IPO આજે ખૂલશે, એન્કર બુકમાં રૂ. 2663 કરોડ મેળવ્યા
અમદાવાદ, 14 જુલાઇઃ દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અમુન્ડી-સમર્થિત SBI ફંડ્સ મેનેજમેન્ટે IPO ખુલવાના એક દિવસ પહેલા એટલેકે 13 જુલાઈના રોજ 129 એન્કર રોકાણકારો પાસેથી 2,662.96 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જેમાં બ્લેકરોક, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સૅક્સ, સિટીગ્રુપ, કેપિટલ ગ્રુપ, સિંગાપોર સરકાર, ફિડેલિટી, સોસાયટી જનરલ અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવા વૈશ્વિક નામોનો સમાવેશ થાય છે.
વિવિધ ઇન્સ્ટિટ્યુટ્સે IPO ખુલવાના એક દિવસ પહેલા 17.09 કરોડ ઇક્વિટી શેરના પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા 9,812.9 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે સંપર્ક કર્યો હતો. પબ્લિક ઓફર, જેની કિંમત પ્રતિ શેર 545-574 રૂપિયા છે, તે 14 જુલાઈના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 16 જુલાઈના રોજ બંધ થશે.
SBI ફંડ્સ મેનેજમેન્ટે સોમવારે 129 એન્કર રોકાણકારોને અપર પ્રાઇસબેન્ડ પર 4.63 કરોડ ઇક્વિટી શેર ફાળવણીને અંતિમ સ્વરૂપ આપ્યું છે. એન્કર રોકાણકારોને આપવામાં આવેલા કુલ ફાળવણીમાંથી, 990.6 કરોડ રૂપિયાના 1.72 કરોડ ઇક્વિટી શેર 23 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યા હતા જેમાં HDFC AMC, ICICI પ્રુડેન્શિયલ AMC, ISIF, નિપ્પોન લાઇફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા AMC, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઇફ AMC, ફ્રેન્કલિન ઇન્ડિયા, ટાટા MF, UTI AMC, ઇન્વેસ્કો ઇન્ડિયા, મોતીલાલ ઓસ્વાલ AMC, HSBC MF, વ્હાઇટઓક કેપિટલ, PGIM ઇન્ડિયા અને મહિન્દ્રા મેન્યુલાઇફનો સમાવેશ થાય છે, જેમણે કુલ 70 સ્કીમ્સ દ્વારા અરજી કરી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
