અમદાવાદ, 28 એપ્રિલઃ એસબીઆઈ લાઇફનો 31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા વર્ષ માટેનો ચોખ્ખો નફો ગયા વર્ષની સરખામણીએ 27 ટકા વધીને રૂ. 2,413 કરોડ રહ્યો હતો. કંપનીનો સોલ્વન્સી રેશિયો 31 માર્ચ, 2024ના રોજ મજબૂત 1.96 રહ્યો હતો જે નિયમનકારી જરૂરિયાતના 1.50 ટકા વધુ હતો. એસબીઆઈ લાઇફની એયુએમ 31 માર્ચ, 2025ના રોજ રૂ. 4,48,039 કરોડ હતી જે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા વર્ષ માટે રૂ. 3,88,923 કરોડ કરતા 15 ટકા વધુ હતી. ડેટ-ઇક્વિટી મિક્સ 61:39 હતું. ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સના 94 ટકા AAA  અને સોવરેન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં હતા.

31 માર્ચ, 2025ના રોજ પૂરા થતા વર્ષ માટે રૂ. 35,577 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યું છે જે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા વર્ષ માટે રૂ. 38,238 કરોડ હતું. 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા અગાઉના વર્ષ કરતા રેગ્યુલર પ્રીમિયમ 11 ટકા વધ્યું હતું.

પ્રોટેક્શન પર સ્પષ્ટ ધ્યાન રાખતા એસબીઆઈ લાઇફનું પ્રોટેક્શન ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષ માટે રૂ. 4,095 કરોડ રહ્યું હતું. 31 માર્ચ, 2025 માટે પૂરા થતા વર્ષ માટે પ્રોટેક્શન ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ રૂ. 793 કરોડ રહ્યું છે. 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા અગાઉના વર્ષની સરખામણીએ ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ પ્રીમિયમ 11 ટકા વૃદ્ધિ સાથે રૂ. 26,360 કરોડ રહ્યું હતું.

31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા વર્ષ માટેની કામગીરી

  • રૂ. 19,354 કરોડના ઇન્ડિવિડ્યુઅલ રેટેડ પ્રીમિયમ સાથે પ્રાઇવેટ માર્કેટ લીડરશિપ જેમાં 22.8 ટકાનો બજાર હિસ્સો
  • એન્યુઅલાઇઝ્ડ પ્રીમિયમ ઇક્વિલન્ટ (એપીઈ) રૂ. 21,417 કરોડે જેમાં 9 ટકાની વૃદ્ધિ
  • ઇન્ડિવિડ્યુઅલ ન્યૂ બિઝનેસ સમ એશ્યોર્ડ રૂ. 2,76,918 કરોડે 43 ટકા વૃદ્ધિ સાથે
  • 13 મહિના અને 61 મહિનાની પર્સિસ્ટન્સીમાં અનુક્રમે 63 બેસિસ પોઇન્ટ્સ અને 528 બેસિસ પોઇન્ટ્સનો સુધારો
  • વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ (વીઓએનબી) રૂ. 5,954 કરોડે જેમાં 7 ટકાની વૃદ્ધિ
  • વીઓએનબી માર્જિન 27.8 ટકા
  • ઈન્ડિયન એમ્બેડેડ વેલ્યુ (આઈઈવી) રૂ. 70,250 કરોડે 21 ટકા વૃદ્ધિ સાથે
  • ચોખ્ખો નફો રૂ. 2,413 કરોડ, 27 ટકા વૃદ્ધિ
  • એમ્બેડેડ વેલ્યુ પર ઓપરેટિંગ રિટર્ન 20.2 ટકા
  • એસેટ્સ અંડર મેનેજમેન્ટ રૂ. 4,48,039 કરોડ, 15 ટકા વૃદ્ધિ
  • 1.96નો મજબૂત સોલ્વન્સી રેશિયો

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)