ઝાયડસ લાઇફે એમ્પ્લિટ્યૂડ સર્જિકલ SAમાં બહુમતી હિસ્સો મેળવવા પરચેઝ અગ્રીમેન્ટ કર્યો



અમદાવાદ, ભારત/વેલેન્સ, ફ્રાન્સ, 28 એપ્રિલ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ (“Zydus”) અને એમ્પ્લિટ્યૂડ સર્જિકલ એસએ (“Amplitude”) એ સ્પષ્ટ કર્યું છે કે એમ્પ્લિટ્યૂડે Amplitude SASની વર્ક્સ કાઉન્સિલ સાથે ફરજિયાત ઇન્ફોર્મેશન અને કન્સલ્ટેશન પ્રોસેસ હાથ ધરી છે. આના પગલે ઝાયડસે પીએઆઈ પાર્ટનર્સ, ઓલિવિયર જેલાબર્ટ અને એમ્પ્લિટ્યૂડના અન્ય મેનેજર્સ પાસેથી એમ્પ્લિટ્યૂડના શેર દીઠ 6.25 યુરોની કિંમતે એમ્પ્લિટ્યૂડ[1]ની શેર મૂડીના 75.4 ટકા હસ્તગત કરવા માટે શેર પરચેઝ અગ્રીમેન્ટ કર્યો છે. આ કરાર 11 માર્ચ, 2025ના રોજ પહેલેથી જ કરાયેલા બે શેર પરચેઝ અગ્રીમેન્ટની સાથે કરવામાં આવ્યો છે જેમાં બે લઘુમતી શેરધારકો એમ્પ્લિટ્યૂડની શેર મૂડીના 85.6 ટકા ધરાવે છે.
11 માર્ચ, 2025ની સંયુક્ત જાહેરાતમાં સંકેત આપ્યા મુજબ બ્લોક એક્વિઝિશન પૂરું થવાની કામગીરી સામાન્ય સમાપન શરતોને આધીન છે જેમાં ફ્રાન્સમાં વિદેશી રોકાણોના નિયંત્રણના ભાગરૂપે ફ્રાન્સના અર્થતંત્ર પ્રધાન તરફથી ઓથોરાઇઝેશન, એમ્પ્લિટ્યૂડ સીઈઓ ઓલિવિયર જેલાબર્ટ દ્વારા કંપનીમાં પુનઃરોકાણ ઉપરાંત ગુણવત્તાસભર મટિરિયલ પ્રતિકૂળ ઘટનાઓની ગેરહાજરીનો સમાવેશ થાય છે. સમાપન શરતો પૂરી થવાને આધીન ઝાયડસ એમ્પ્લિટ્યૂડની શેર મૂડીના 85.6 ટકા હસ્તગત કરશે.
આના સંદર્ભે અને 17 એપ્રિલ, 2025ના રોજ જાહેર કરાયા મુજબ એમ્પ્લિટ્યૂડની શેર મૂડીના 4.7 ટકા ટેન્ડર કરવાની પ્રતિબદ્ધતાઓ એમ્પ્લિટ્યૂડના અન્ય લઘુમતી શેરધારકો સાથે પૂરી કરવામાં આવી છે. આના પગલે અને ઉપર જણાવેલી શરતોને આધીન રહીને ઝાયડસ ટેન્ડર ઓફર પૂરી થવા પર એમ્પ્લિટ્યૂડના વોટિંગ અધિકારો અને મૂડીના 90 ટકાથી વધુ હસ્તગત કરવાની સ્થિતિમાં હશે અને તેના પગલે સ્ક્વીઝ-આઉટ પ્રોસીજરનો અમલ કરવાની સ્થિતિમાં હશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)